FLIGHT FROM AHMEDABAD TO DIU : ઉડ્ડયન કંપની સ્ટાર એરએ અમદાવાદથી દીવ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી

AHMEDABAD TO DIU : અગ્રણી ઉડ્ડયન કંપની સ્ટાર એર (Star Air)એ અમદાવાદથી દીવ (Ahmedabad To Diu Flight) માટે ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઉડ્ડયન કંપની તેની આ સર્વિસ 16મી મેથી શરૂ કરશે. આ સાથે સ્ટાર એરે આ માટે રૂપિયા 1499નું ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરી છે.
પ્રાદેશિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવ સ્ટારના ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન બન્યું છે. આ સાથે દીવથી ગોવા માટે પણ વિમાની સેવા શરૂ કરવામાં આવી છે.આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં ઉતરશે. દીવથી પરત ફરતી ફ્લાઇટ સવારે 11:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.
AHMEDABAD TO DIU : કંપનીના વડા કેપ્ટન સિમરન સિંહ તિવાનાએ જણાવ્યું હતું કે 25 સ્થળ તરીકે દીવને રજૂ કરવા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારા નેટવર્કને વધારે મજબૂત કરવા તથા પ્રવાસીઓ, ઉદ્યોગસાહસિકો અને સ્થાનિક લોકો માટે નવી તકો રજૂ કરશું.
કેન્દ્રશાસિત પ્રદેશ અને નજીકના દરિયાકાંઠાના સ્થળો માટે બજેટ-ફ્રેંડલી મુસાફરી વિકલ્પ પ્રદાન કરતી આ ફ્લાઇટ અઠવાડિયામાં 5 દિવસ – સોમવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર – કાર્યરત રહેશે.
આ સર્વિસ માટે એરલાઇન 50-સીટવાળા એમ્બ્રેર ERJ-145 વિમાનનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે UDAN યોજના અંતર્ગત આ નવા રુટ શરૂ કરવામાં આવ્યા છે.