દારૂડિયા કંડક્ટરનું અવિશ્વસનીય કારનામુ, દારૂ પીને મુસાફરો ભરેલી બસને રસ્તા વચ્ચે છોડીને ફરાર!

મહારાષ્ટ્રના લાતુરમાં સરકારી બસના કંડક્ટરનું ચોંકાવનારું કૃત્ય સામે આવ્યું છે. અહીં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો એક બસ કંડક્ટર ગુરુવારે દારૂ પીને પેસેન્જરોથી ભરેલી બસને રસ્તાની વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. જેના કારણે કેટલાક કલાકો સુધી બસ ત્યાં જ ઉભી રહી હતી. હાલ કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

એક દુકાન પર દારૂ લઈને બેસી ગયો કંડકટર 

મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના અધિકારીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી. આ ઘટના ગુરુવારે સવારે ઉસ્માનાબાદમાં લાતુર અને કલામ્બ વચ્ચે બની હતી. અહીં કંડક્ટરે કાટગાંવ ગામમાં બસ રોકી અને નીચે ઉતરી ગયો. આ પછી, એક કલાકથી વધુ સમય સુધી રાહ જોયા પછી, બસમાં લગભગ 38 મુસાફરોએ તેને શોધવાનું શરૂ કર્યું. ઘણી મથામણ બાદ તે એક દુકાન પર દારૂ સાથે બેઠેલો જોવા મળ્યો.

MSRTC ઉસ્માનાબાદ ડિવિઝનલ ટ્રાફિક કંટ્રોલરે જણાવ્યું કે આરોપી કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેડિકલ તપાસ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં બહાર આવ્યું છે કે કંડક્ટર ફરજ પર હતો ત્યારે દારૂ પીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *