
25 માર્ચે રાત્રે 8થી રાત્રે 12 વાગ્યા સુધી, 26 માર્ચે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી અને 27 માર્ચે સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી શહેરની અલગ અલગ સંસ્થા દ્વારા નાટકો ભજવવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેરીજનોને વિનામૂલ્યે વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી આપવામાં આવશે. કાર્યક્રમમાં શાંતિલાલ મિસ્ત્રી, એસ.આર ખાન, આસિત મહેતા, ભારતી શાસ્ત્રી, પદ્મશ્રી યઝદી કરંજિયા અને ભારતી શાસ્ત્રીનું સન્માન કરવામાં આવશે. સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસો.ના પ્રમુખ કપિલદેવ શુક્લાએ કહ્યું કે,સમાજે અમને જે આપ્યું છે, તે સમાજને પરત આપવા માટે શહેરના કલાકારો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.