
Dr.shyama Prasad mukherjee : એક દેશ મે દો નિશાન, દો વિધાન ઔર દો પ્રધાન નહિ ચલેગા નહિ ચલેગા….
Dr.shyama Prasad ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ એક બંગાળી બ્રાહ્મણ કુટુંબમાં 6 જૂન 1901 માં થયો હતો. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ના પિતા આશુતોષ મુખર્જી કલકત્તા હાઈકોર્ટમાં જજ હતા અને માતાનું નામ જોગમાયા દેવી હતું. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી નાની ઉંમરથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. માત્ર 13 વર્ષની નાની ઉંમરમાં એમને ધોરણ 10 પાસ કર્યું એટલે કે મેટ્રિક્યુલેશન એ સમયમાં આ એક્ઝામ પાસ કરવી એ બહુ સન્માન મળતું. એમની આવડત અને શિક્ષણ પ્રત્યેની રુચિ જોઈને હંમેશા એમના શિક્ષકો એમનાથી પ્રભાવિત રહેતા હતા. 1922માં માત્ર 21 વર્ષની નાની વયે તેમના લગ્ન સુધા દેવી સાથે થયા હતા. સુધા દેવી અને એમના પાંચ સંતાનો હતા.1933 માં ખૂબ જ નાની વયે તેમના પત્ની સુધા દેવીનું નિધન થયું હતું.1934 મા 33 વર્ષની નાની ઉંમરે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (V.C) બન્યા હતા ત્યાંથી જ એમનું રાજકીય જીવન એક અલગ દિશામાં ગયું હતું વાઇસ ચાન્સેલર તરીકે એમને યુનિવર્સિટીમાં ઘણા બધા સુધારાઓ કર્યાહતા ઘણા બધા અલગ અલગ કોર્સ શરૂ કરાવ્યા હતા જેમાં બંગાળી ભાષામાં ઘણા બધા કોર્સ હતા સાથે પહેલીવાર ડિપ્લોમાનો એગ્રીકલ્ચર મા કોર્સ શરૂ કર્યો હતો. સંપૂર્ણ પંજાબ અને સંપૂર્ણ બંગાળને પાકિસ્તાન માં ભળતા અટકાવ્યા હતા.

Dr.shyama Prasad
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી 1943 થી 1946 સુધી ભારતીય હિંદુ મહાસભાના પ્રમુખ હતા. હિન્દુ મહાસભા સાથે થોડો સમય એમને વૈચારિક મતભેદ થયો હતો. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એક લાઈન ના કાયદા માં માનતા એટલે કે બધા લોકો માટે એક સમાન કાયદો એક સામાન્ય નિયમો હોવા જોઈએ એ એમનો પ્રમુખ વિચાર હતો. 1946 માં જ્યારે બંગાળ ના ભાગલાની ચર્ચાઓ જોર પર હતી ત્યારે શામા પ્રસાદ મુખર્જી ની દૂર દષ્ટિને કારણે પૂરેપૂરું બંગાળ પાકિસ્તાનમાં જતું અટકાવ્યું કેવી રીતે??. ડો. શ્યામાપ્રસાદ મુખરજી એ બંગાળના ભાગલા નું સમર્થન કરતો પત્ર તે સમયના જનરલ માઉન્ટબેટનને મોકલ્યો હતો. કીધું કે પશ્ચિમ બંગાળમાં હિંદુઓની વસતી હોવાથી હિન્દુ અને આપવામાં આવે અને પૂર્વ બંગાળ માં મુસ્લિમોની વસ્તી વધારે હોવાથી તેમને આપવામાં આવે. જેનાથી શાંતિપૂર્ણ ભાગલા પડે હિંસા વગર આરીતે આઝાદી પહેલા અને દેશના વિભાજન પહેલા જ બંગાળ નું વિભાજન થઈ ગયું. જો આઝાદી પહેલા બંગાળનું વિભાજનના થયું હોત તો મુસ્લિમ બહુમતી હોવા ના કારણે સંપૂર્ણ બંગાળ પાકિસ્તાનમાં જા અને આજ આપણા દેશમાં પશ્ચિમ બંગાળ આપણી પાસે ના હોત.બસ આવી જ રીતે શ્યામા પ્રસાદ મુખર્જી એ પંજાબના વિભાજનમાં પણ લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખેલો શીખની બહુમતીવાળા વિસ્તાર ને ભારતમાં જોડવામાં આવે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર પાકિસ્તાનને આપવામાં આવે આવી રીતે શ્યામાપ્રસાદ મુખર્જી એ સંપૂર્ણ બંગાળ અને સંપૂર્ણ પંજાબ પાકિસ્તાનમાં ના ભળે આ રીતે દેશને મદદ કરી હતી.
Dr.shyama Prasad
કેન્દ્રીય કેબિનેટમાં થી રાજીનામું આપનારા પ્રથમ મંત્રી
Dr.shyama Prasad ડો.શ્યામા પ્રસાદ મુખર્જી નહેરૂ કેબિનેટમાં ઔદ્યોગિક અને વાણિજ્ય મંત્રી હતા. દેશનો ઔદ્યોગિક વિકાસનો પાયો એમની બુદ્ધિ એમની આવડત તેમની કુશળતા એમની ઇમાનદારીથી નાખવામાં આવેલ હતો જેમાં એમને ખૂબ જ યોગદાન છે. 1950 દિલ્હી પેકટ એટલે કે નેહરુ અને લિયાકત અલી વાર્તા ના વિરોધમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી એ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. શ્યામા પ્રસાદ મુખર્જી નું એવું કહેવું હતું કે જો બંને દેશમાં અલ્પસંખ્યક આયોગ બનાવવામાં આવે તો દેશના સમાન કાયદા નું પાલન થાય તેમ નથી અને આ એક જાતિઓનું તુષ્ટીકરણ છે દેશમાં આવા આયોગની કોઈ જરૂર નથી જેના વિરોધમાં પ્રખર રાષ્ટ્રવાદી ડો. શ્યામાપ્રસાદ મુખરજી એ કોઈપણ જાતની લોભ લાલચ વગર આવું ઊંચું પદ ભારત સરકારના કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

ભારતીય જનસંઘ
21 ઓક્ટોબર 1991ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી જેણે 1952ના સામાન્ય ચૂંટણી મા ફક્ત ૩ જ બેઠક મળી હતી. આ જનસંઘમાંથી 1980 માં ભારતીય જનતા પાર્ટી બનાવવામાં આવી જે હાલ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે જેને લોકસભામાં 300થી વધારે સીટ જીતેલું છે અને એના સહયોગી ગઠબંધન સાથે 350 સીટ નેતૃત્વ જેનુ નેતૃત્વ રાષ્ટ્રવાદી પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે 3 થી શરૂઆત કરીને આજે 303 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી ગયું છે જેનો પાયો પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ નાખ્યો હતો.
ડોક્ટર સેવા પ્રસાદ મુખર્જી કલમ 370 નો ખૂબ જ વિરોધ કરતા કે મારે મારા દેશમાં જવા માટે કોઈની મંજૂરી ની શું જરૂર… જેના વિરોધમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જી વિધાન એક દેશને નિશાન દો વિધાન ઔર દો પ્રધાન નહીં ચલેગે 1953 ના રોજ પ્રસાદ મુખર્જી જમ્મુ કાશ્મીર માં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તેમની જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમને શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં જ તેમની સામાન્ય સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું હતું જેના કારણે તેમનું 23 જૂન 1953ના રોજ દુઃખદ નિધન થયું હતું.
