જિલ્લા પંચાયત રિઝલ્ટ :તાપી જિ.પં.ના ઈતિહાસમાં પહેલીવાર ભાજપ જીત્યો, કોંગ્રેસ આ વખતે 27 જિલ્લા પંચાયતમાં સિંગલ ડિજિટમાં, પંચમહાલમાં ખાતું પણ ના ખુલ્યું..

ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 31 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી. કોંગ્રેસ ભૂંડા પરાજય તરફ આગળ ધપી રહી છે. 29 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી નથી જ્યારે બેમાં મીંડુ મુકાવ્યું છે. દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લા પંચાયતમાં જ કોંગ્રેસ ડબલ ફિગરે પહોંચી શકી છે. જ્યારે પંચમહાલમાં મીંડુ મુકાવ્યું છે. જ્યારે ભાજપ પહેલીવાર ગાંધીનગર અને તાપી જિલ્લા પંચાયત જીતવામાં સફળ થયો છે.
આમ ભાજપે 2010નું પુનરાવર્તન કર્યું છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના મત વિસ્તાર અમરેલીમાં પણ ભાજપ જીત તરફ છે. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો છે. જ્યારે આણંદ, અમરેલી, સાબરકાંઠા, જામનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ પરાજય છે. આમ કોંગ્રેસના દિગ્ગજો એવા ધાનાણી, અમિત ચાવડા, ભરતસિંહ, અશ્વિન કોટવાલ અને વિક્રમ માડમના ગઢમાં ગાબડાંઓ પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *