સંક્રમણને રોકવા દિલ્હી સીએમ કેજરીવાલનો મોટો નિર્ણય, આગલા આદેશ સુધી બધી શાળાઓ બંધ …

કોરોનાના કેસો વધતાં દિલ્હી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે, અને આગલા આદેશ સુધ બધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.મહત્વનું છે કે રાજધાની દિલહીમાં કોરોના કેસોનો આંકડો રોજબરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, શુક્રવારે પણ દિલ્હીમાં રેકોર્ડબ્રેક 7437 કેસ નોંધાયા હતા, આ આંકડો છેલ્લા અમુક દિવસોથી લગાતાર વધી રહ્યો છે, જેના પગલે સંક્રમણને રોકવા માટે દિલ્હીની આપ સરકારે આગલા આદેશ સુધી તમામ શાલઆઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

કોરોના કેસોમાં સતત વધારો થવાને કારણે દેશના પાટનગરની તમામ શાળાઓને આગામી આદેશો સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કોવિડના વધતા જતા કેસોને કારણે તમામ દિલ્હીની સ્કૂલોમાં (સરકારી, ખાનગી સહિત) આગળના આદેશો સુધી તમામ વર્ગો માટે બંધ રાખવામાં આવ્યા છે.
દિલ્હીની શાળાઓમાં બાકીના વર્ગ પહેલાથી જ બંધ હતા, પરંતુ 9 થી 12 ના બાળકો બોર્ડમાં હતા અને સીબીએસઈના અભ્યાસક્રમને કારણે તે શાળાઓ શરૂ હતી, પરંતુ હવે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આદેશથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય.

નોંધપાત્ર વાત એ છે કે દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થયો છે. શુક્રવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં એક લાખ 31 હજારથી વધુ કેસ નોંધાયા છે જો આપણે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો કેસની સંખ્યા પણ ઝડપથી વધી છે. દિલ્હીમાં ગુરુવારે 7437 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના ચેપને કારણે 24 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. 19 નવેમ્બર પછી એક દિવસમાં મહત્તમ નવા કેસ નોંધાયા હતા. 19 નવેમ્બરના રોજ દિલ્હીમાં 7546 નવા કેસ નોંધાયા હતા.

મહત્વનું છે કે કોરોનાથી બગડતી જતી સ્થિતિની વચ્ચે સોમવારે એટલે કે 12 એપ્રિલથી રાજધાનીમાં છઠ્ઠો સીરો સર્વે શરૂ થઈ શકે છે, અને આ સર્વેમાં 272 વૉર્ડમાંથી લગભગ 28 હજાર જેટલા સેમ્પલસ કલેક્ટ કરવામાં આવશે. 
આ સર્વેમાં દરેક વોર્ડમાંથી 100 જેલા લોકોના સેમ્પલ ક્લેક્ટ કરવામાં આવશે અને આ સર્વેમાં ટેવઆ લોકોને પણ સામેલ કરવામાં આવશે, જેમણે વેક્સિન લઈ લીધી છે, મહત્વનું છે કે આની પહેલા 1 જાન્યુઆરીના પાંચમા સર્વેમાં સામે આવ્યું હતું કે દિલ્હીની અડધીથી વધુ આબાદી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *