
26 killed in Delhi building fire: દિલ્હીમાં બિલ્ડિંગમાં આગથી 26નાં મોત
26 killed in Delhi building
દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ત્રણ માળની એક બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. દુર્ઘટનામાં 26 લોકોના મોત નિપજ્યા છે. તો 10 લોકો ગંભીર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારીઓ તોડીને બિલ્ડિંગની અંદર ફંસાયેલા લોકોને બચાવ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જગ્યા ઘણી જ કન્જેસ્ટેડ હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

26 killed in Delhi building
બિલ્ડિંગના બે માળમાં સર્ચિંગ પૂરું થઈ ગયું છે. ત્રીજા માળે સર્ચિગ ચાલી રહ્યું છે. દિલ્હીના ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે અત્યાર સુધીમાં 19 મૃતદેહ કાઢવામા આવ્યા છે. બિલ્ડિંગમાં સામાન ઘણો જ હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ આવી. બિલ્ડિંગમાં અનેક કંપનીઓની ઓફિસ હતી. અહીંથી લગભગ 150 લોકોના રેસ્ક્યૂ કરાયા છે. બિલ્ડિંગમાં ફંસાયેલા 9 જેટલાં ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 100 લોકો તૈનાત છે.

26 killed in Delhi building
બિલ્ડિંગની બારીઓ તોડીને ધુમાડાની વચ્ચે લોકોને JCB મશીન અને ક્રેનની મદદથી નીચે ઉતારવામાં આવ્યા, તો કેટલાંક લોકોને દોરડાંની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 27 ગાડીઓ છે, જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સાથે જ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સ્પોટ પર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.આગમાં 60-70 લોકો ફંસાયા હોવાની જાણકારી મળી હતી, જેમાંથી મોટા ભાગના લોકોને બચાવી લેવાયા છે.
26 killed in Delhi building
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ બિલ્ડિંગના પહેલા ફ્લોરથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.
