અમદાવાદ સાબરમતીમાં મોત ની છલાંગ

ફાઈલ તસવીર

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં રહેતા કિરીટ દેવડાના લગ્ન 9 ડિસે. 2016ના રોજ સામાજિક રીત રીવાજ મુજબ મંજુ રાઠોડ સાથે થયા હતા. ત્યારબાદ મંજુએ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નના બે વર્ષ બાદ મંજુ પિતા અને ભાઇની ચઢામણીએ આવી જતાં મનસ્વી વર્તન કરવા લાગી હતી અને પતિ સહિતના સાસરિયાં સાથે ઝઘડો કરતી હતી. ઉપરાંત આર્થિક મદદ કરવા દબાણ કરતી હતી.

મંજુ પતિ પર હાથ ઉગામતી હતી તથા મરી જવાની ધમકી આપતી હતી. સ્ત્રી તરફી કાયદા હોવાથી મંજુ કેસમાં પરિવારને ફસાવી દેવાની ધમકી આપતી હતી. 30 જૂનના રોજ મંજુએ ઘરમાં કચરો વાળવાની બાબતે ઝઘડો કર્યો હતો. ત્યારે પતિ કિરીટે જણાવ્યું હતું કે, બહાર માતા-પિતા છે, ધીરે બોલ ત્યારે પત્ની ઉશ્કેરાઇ ગઇ હતી અને કિરીટને સાવરણીથી માર માર્યો હતો. જેથી પરિવારના સભ્યો આવ્યા હતા અને મંજુને સમજાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે કોઇની વાત સાંભળવા તૈયાર ન હતી. જેથી કિરીટ સાળાને ફોન કરી મંજુને લઇ જવા કહ્યું હતું. પરંતુ તેણે સવારે લેવા આવીશું તેમ કહ્યું હતું. જેથી બીજા દિવસે કિરીટ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. પરંતુ કિરીટ પાછો ફર્યો ન હતો.

આ દરમિયાન બપોરે કિરીટના ભાઇ મનોજ પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કિરીટે નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ પરિવાર રિવરફ્રન્ટ પહોંચ્યો હતો. જ્યાં કિરીટની લાશ મળી આવી હતી. બીજી તરફ કિરીટનો મોબાઇલ અને પર્સ પણ મળી આવ્યું હતું. મોબાઇલ ફોન ભીનો થયો હોવાથી બંધ થઇ ગયો હતો. પરંતુ તેને ચાલુ કરાવતા તેમાં વીડિયો હતો. જેમાં કિરીટે કહ્યું હતું કે, હું મારી જિંદગીથી કંટાળી ગયો છું, એટલે સ્યુસાઇડ કરવા જાઉં છું તેની જવાબદાર મારી પત્ની રહેશે. આ વીડિયો બાદ કિરીટના ભાઇએ ભાભી મંજુ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *