મેડિકલ સર્ટિફાઇડ મૃત્યુના 42% મોત હૃદય રોગ,ન્યૂમોનિયા,અસ્થમાને કારણે થયા

ફાઈલ તસવીર

મેડિકલ સર્ટિફાઇડ મૃત્યુના 42% મોત હૃદય રોગ, ન્યૂમોનિયા,અસ્થમાને કારણે થયા

મેડીકલ સર્ટિફાઇડ મૃત્યુ વર્ષ 2020 નોંધાયેલા કુલ મૃત્યુ 18,11,688 માં 42% મોત હૃદય રોગ, ન્યૂમોનિયા અને અસ્થમાને કારણે થયા હતાં. જો કે વર્ષ 2020માં દેશમાં કુલ 81,15,882 લોકોનાં મોત થયા હતાં. ભારતના રજિસ્ટ્રાર  જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘રિપોર્ટ ઓન મેડિકલ સર્ટિફિકેશન ઓફ કોઝ ઓફ ડેથ 2020 અનુસાર 2020 માં મેડિકલ સર્ટિફાઇડ નોંધાયેલા કુલ મૃત્યુના 9% એટલે કે 1,60,618 લોકોના મોત કોરોનાને કારણે થયા હતાં. સર્ક્યુલેટરી સિસ્ટમ આધારિત રોગોથી 32.1 % રેસપિરેટોરીસિસ્ટમ આધારિતો રોગથી 10% ના મોત થયા છે.
પુલમોનરી સર્ક્યુલેશન અને અન્ય હૃદય સાથે સંકળાયેલા અન્ય રોગો તથા ઇસ્કિમિકહૃદય રોગોને ડિઝિસીસ ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે ગણવામાં આવે છે.
ન્યૂમોનિયા, અસ્થમા સંબધિત રોગોને કારણે થતા મોતને રેસપિરેટરી સિસ્ટમ આધારિત રોગથી થતા મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે.
મેડિકલ સર્ટિફાઇડ કુલ મૃત્યુ પૈકી 28.6 % એટલે કે 5,17,678 મોત 70 વર્ષથી વધુ ઉંમરના લોકોનાં થયા હતાં. 45 કે તેથી વધુ ઉંમરના લોકોમાં મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય સંબધિત રોગ છે. 15 થી 24 વર્ષના વય જૂથમાં સર્ક્યુલેટિંગ સિસ્ટમને લગતા રોગને કારણે 18% લોકાના મોત થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *