LCB પોલીસે શામળાજી નજીકથી પીકઅપ ડાલામાંથી 3.45 લાખનો શરાબ ઝડપ્યો,શામળાજી પોલીસે 1.88 લાખનો દારૂ ઝડપ્યો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ આંતરાજ્ય સરહદો પરથી અવર-જવર કરતા વાહનોનું સઘન ચેકીંગ અને કડક પેટ્રોલિંગ પોલીસતંત્ર દ્વારા હાથધરવામાં આવ્યું છે તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નીશીલ બન્યા છે જીલ્લા એલસીબી પોલીસે શામળાજીના શામળપુર નજીકથી 3.45 લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પરથી પીકઅપ ડાલામાંથી 1.88 લાખનો દારૂ જપ્ત કર્યો હતો

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ કે.ડી.ગોહીલ,પીએસઆઈ એસ.કે.ચાવડા અને તેમની ટીમે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી પીકઅપ ડાલા અમદાવાદ તરફ જતું હોવાની બાતમી મળતા શામળપુર નજીક નાકાબંધી કરતા પીકઅપ ડાલાના ચાલક રોડ પર ડાલુ ઉભું રાખી બે શખ્સો ફરાર થઇ જતા પોલીસે પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-576 કીં.રૂ.345600/ તેમજ પીકઅપ ડાલુ મળી રૂ.8.45 લાખથી વધુનો જથ્થો જપ્ત કરી ફરાર બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક બાતમીના આધારે ખાલી કેરેટના આડમાં પ્લાસ્ટિકના મીણિયામાં સંતાડેલ 1.88 લાખનો વિદેશી દારૂ સહીત 5.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને ચકમો આપી ફરાર પીકઅપ ડાલાના ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *