
માતરના રતનપરમાં ‘SBIમાંથી બોલું છું’ કહી નવી એપ ઇન્સ્ટોલ કરાવી યુવકના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા ખેડા જિલ્લામાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે. ગઠીયાઓ જાણીતી બેંકના નામ આગળ ધરી છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. માતરના રતનપરમાં SBIમાથી બોલું છું તમારુ ક્રેડિટ કાર્ડ રીન્યુ કરવાનું છે તેમ કહી, ન કોઈ ઓટીપી નંબર કે, ન કોઈ અન્ય માહિતી ફક્ત મોબાઈલ પર એક એપ ઇન્સ્ટોલ કરાવી Allowe, Allowe આપતાં ફોન હેકર્સના હાથમાં ગયો અને ખાતામાંથી નાણાં ઉપાડી લીધા છે. આમ મોબાઈલમા કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં 10 વાર વિચાર કરજો, નહી તો મોબાઇલ તમાર કન્ટ્રોલ બહાર હેકર્સના હાથમાં જતા રહેતા વાર નહી લાગે. આ સમગ્ર મામલે માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી માતર તાલુકાના રતનપર ગામે રહેતા 32 વર્ષિય સતીશકુમાર રમેશભાઈ વાઘેલા પોતે નવાગામ ONGCમાં કામ કરી રહ્યા છે. તેઓનું સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સેવિંગ એકાઉન્ટ છે. ગત 7મી ઓક્ટોબરના રોજ બપોરના સુમારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમા સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં વાત કરી જણાવ્યું કે, હું એસબીઆઇ બેન્કમાંથી બોલું છું અને તમારું ક્રેડિટ કાર્ડ રીન્યુ કરવાનું છે તમારે કોઈ એટીપી કે, કાર્ડ નંબર કે બીજી કોઈ માહિતી આપવાની નથી. ફક્ત તમારા મોબાઇલ પર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. Allowe, Allowe આપતાં ગણતરીની મિનિટોમાં જ પોતાનો ફોન પોતાના કંટ્રોલ બહાર જતો રહ્યો આથી વાતોમાં આવતા સતીષકુમારે ચાલુ ફોન દરમિયાન કહ્યા મુજબ પ્લે સ્ટોરમાંથી પોતાના મોબાઈલ પર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી અને Allowe, Allowe આપતાં ગણતરીની મિનિટોમાં જ પોતાનો ફોન પોતાના કંટ્રોલ બહાર જતો રહ્યો હતો અને તેની જાતે જ મોબાઈલ ફોન ઓપરેટ થતો હતો. જેથી ગભરાયેલા સતિષકુમારે તુરંત ફોન કોલ કટ કરી દીધો હતો. થોડીવારમાં જ તેઓના ખાતામાંથી એક રૂપિયા 5 હજારનુ, 11 હજારનું અને 10 હજાર એમ મળી કુલ ત્રણ ટ્રાન્જેકશનો 17 હજારના થયા હતા.

આ ડેબિટ થયેલા નાણા પે ટીએમ મારફતે કપાઈ ગયા હતા. જેથી પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનું સતીશકુમારને જાણ થતા સમગ્ર મામલે તેઓએ આજે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બેંકની ડિટેલ્સ ક્યાંથી લીક થાય છે તે દિશામાં તપાસ કરવા માંગ ઉઠી મહત્વનું છે કે ગઠીયાને કઈ રીતે ખબર પડી કે ભોગ બનનારનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જ ખાતું છે અને તેનો મોબાઈલ નંબર કઈ રીતે તેની પાસે આવ્યો આવ બેંકની ડિટેલ્સ ક્યાંથી લીક થાય છે તે તે દિશામાં જો ઊંડી તપાસ કરવામાં આવે તો મોટા રેકેટનો પર્દાફાશ થાય એમ છે અને કેટલાય ઓનલાઇન ફ્રોડથી બચી શકે એમ છે. આ તપાસ કરવા જાગૃત લોકોએ પોલીસને અપીલ કરી છે.