Crime News : અંજારમાં ગુમ યુવાનની હત્યાથી ચકચાર, તળાવમાંથી બે કોથળામાં લાશ મળી

Crime News : અંજારમાં ગુમ યુવાનની હત્યાથી ચકચાર, તળાવમાંથી બે કોથળામાં લાશ મળી

Crime News : અંજાર તાલુકાના વરસામેડીમાં 46 વર્ષીય લખુ રૂડાભાઈ હુંબલ (આહીર)ની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગત 1 સપ્ટેમ્બરના રોજ ગુમ થયેલા લખુભાઈની લાશ ગઈકાલે તળાવમાંથી બે પ્લાસ્ટિકના કોથળામાં મળી આવી હતી.

Crime News : વરસામેડીના સરદાર આવાસ યોજનામાં રહેતા અને મજૂરીકામ કરતા લખુભાઈને 31 ઓગસ્ટની રાત્રે તેમના પુત્ર રવિ ટોલનાકા નજીક ગણેશ મંદિર પાછળ આવેલા ખેતરમાં ચોકી કરવા માટે મૂકી ગયો હતો. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેમનો મોબાઈલ નર્મદા પમ્પિંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. કોઈ ભાળ ન મળતા તેમના ભાઈ દેવજીભાઈએ અંજાર પોલીસ મથકે ગુમનોંધ કરાવી હતી.

Crime News : પરિવારજનો દ્વારા શોધખોળ ચાલી રહી હતી ત્યારે તળાવ નજીક બે કોથળામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું હોવાની જાણ થઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને બંને કોથળા બહાર કઢાવી અંજાર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Crime News : હોસ્પિટલમાં તપાસ દરમિયાન કોથળામાંથી લખુભાઈની લાશ મળી આવી હતી. પોલીસના પ્રાથમિક તારણ મુજબ મૃતકના માથાના પાછળના ભાગે ઈજાના નિશાન હતા અને મૃતદેહને બે ભાગમાં કરી અલગ-અલગ કોથળામાં પેક કરી તળાવમાં ફેંકવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.

Crime News : આ બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનું કારણ શું છે અને આ ગુનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વરસામેડી સહિત સમગ્ર અંજાર પંથકમાં ભારે ચકચાર મચી છે.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *