Crime ગાંધીધામમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી રૂ.42 લાખ પડાવ્યા

Crime ગાંધીધામમાં વૃદ્ધને ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી રૂ.42 લાખ પડાવ્યા

Crime મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે વીડિયો કોલ કરી મની લોન્ડરિંગ અને છેડતીના કેસમાં ફસાવવાની ધમકી; સાયબર હેલ્પલાઈન 1930 પર ફરિયાદ બાદ રૂ.4 લાખ જેટલી રકમ સ્થગિત

Crime ગાંધીધામ શહેરના સપનાનગર વિસ્તારમાં રહેતા અને દીનદયાળ પોર્ટના ફાયર વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટના નામે રૂ.42 લાખની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. ઠગોએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવી વૃદ્ધને મની લોન્ડરિંગ અને છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. સતત માનસિક દબાણ અને પરિવારની ધરપકડ તથા મિલકત જપ્ત કરવાની ધમકીઓ આપી અલગ-અલગ તબક્કે મોટી રકમ પડાવી લેવાઈ હતી.

મળતી માહિતી મુજબ, સપનાનગર એન.યુ.-4માં રહેતા અને વર્ષ 2022માં કંડલા દીનદયાળ પોર્ટના ફાયર વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ પોતાના વતન ઉત્તર પ્રદેશમાં હતા ત્યારે તેમના મોબાઈલ પર મુંબઈ પોલીસના નામે મેસેજ આવ્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સે વારંવાર વીડિયો કોલ કર્યા હતા. શરૂઆતમાં વૃદ્ધે કોલ રિસીવ કર્યા નહોતા, પરંતુ સતત કોલ આવતા અંતે તેમણે વીડિયો કોલ ઉપાડ્યો હતો.

Crime વીડિયો કોલમાં પોલીસની વરદીમાં એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. તેણે વૃદ્ધને જણાવ્યું હતું કે, તેમનું નામ મની લોન્ડરિંગના કેસમાં સામે આવ્યું છે તેમજ તેમના બીજા સીમકાર્ડનો ઉપયોગ કરીને એક યુવતી સાથે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ છે. આ વાત કહી વૃદ્ધને કાયદાકીય કાર્યવાહી અને ધરપકડનો ભય બતાવવામાં આવ્યો હતો.

ઠગોએ વૃદ્ધને અલગ-અલગ વિગતો ધરાવતી ફરિયાદની નકલો પણ મોકલી હતી. એટલું જ નહીં, વીડિયો કોલ સતત ચાલુ રાખવા અને દર બે કલાકે પોતે સુરક્ષિત હોવાનો મેસેજ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. વૃદ્ધે પોતે નિર્દોષ હોવાનું અને ગુજરાતના કચ્છ-ગાંધીધામમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. આ પછી ઠગોએ તેમને તાત્કાલિક ગાંધીધામ ખાતે પોતાના ઘરે જવા દબાણ કર્યું હતું.

Crime ભયભીત બનેલા વૃદ્ધ ઘરે પરત ફરવા નીકળ્યા હતા અને રસ્તામાં ક્યાં પહોંચ્યા તેની માહિતી પણ ઠગોને આપતા રહ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ પણ તેમને આ સમગ્ર મામલે પરિવારના કોઈ સભ્યને જાણ ન કરવા માટે ધમકાવવામાં આવ્યા હતા. પરિવારને જાણ કરશો તો તેમની પણ ધરપકડ થશે, મિલકત જપ્ત કરવામાં આવશે અને દેશદ્રોહનો કેસ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી.

Crime આ પછી ઠગોએ વૃદ્ધને એવું જણાવ્યું હતું કે તેઓ મની લોન્ડરિંગમાં સંડોવાયેલા નથી, પરંતુ ચકાસણી માટે પૈસા મોકલાવવા પડશે અને તપાસ પૂર્ણ થયા બાદ રકમ પરત કરી દેવામાં આવશે. આ રીતે વૃદ્ધને સતત માનસિક તાણમાં રાખીને શરૂઆતમાં રૂ.18 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ વધુ રૂ.10 લાખની માંગણી કરવામાં આવી અને અંતે અલગ-અલગ તબક્કે કુલ રૂ.42 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.

ઠગોએ પૈસા નહીં હોય તો મકાન વેચીને પણ રકમ ચૂકવવાની ધમકી આપી હતી. અંતે વૃદ્ધે પોતાની રકમ પરત માગતા સામા છેડાના શખ્સે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. ત્યારબાદ પોતે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનું સમજાતા વૃદ્ધે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો. ફરિયાદ બાદ આશરે રૂ.4 લાખ જેટલી રકમ સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ પાસેથી રૂ.42 લાખ જેવી મોટી રકમ પડાવી લેવાના આ બનાવથી ગાંધીધામમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે સાયબર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *