crime અમદાવાદમાં મહિલા PIનો દહેજ અને ક્રૂરતાનો આરોપ: પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ

crime અમદાવાદમાં મહિલા PIનો દહેજ અને ક્રૂરતાનો આરોપ: પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ

crime અમદાવાદ: દહેજ પ્રથા સામે કાયદાકીય કાર્યવાહી કરતી પોલીસ વ્યવસ્થાની એક મહિલા અધિકારી પોતે જ દહેજ અને સાસરિયાઓના કથિત ત્રાસનો ભોગ બન્યાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં છેલ્લા આશરે આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 31 વર્ષીય મહિલા PIએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

crime લગ્ન બાદથી જ દહેજ માટે ત્રાસ આપ્યાનો આક્ષેપ

મહિલા PIના જણાવ્યા મુજબ વર્ષ 2023માં તેમના લગ્ન થયા હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લગ્નના બીજા દિવસથી જ સાસરિયાઓ તરફથી દહેજને લઈને માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. મહિલા અધિકારીએ એવો પણ દાવો કર્યો છે કે ઘરની આર્થિક જવાબદારીઓનો મોટો હિસ્સો તેઓ પોતે સંભાળતા હોવા છતાં તેમને સતત માનસિક પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

crime પતિ પર અકુદરતી સંબંધ માટે દબાણનો આરોપ

ફરિયાદમાં મહિલા PIએ પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ પતિ દારૂનું સેવન કરતો હતો અને તેમના પર તેમની ઇચ્છા વિરુદ્ધ અકુદરતી શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. આ બાબતે વિરોધ કરવામાં આવતાં પતિ દ્વારા મારઝૂડ અને કથિત ક્રૂર વર્તન કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

crime સાસુ પર ઘરકામ અને સામાનને લઈને ત્રાસ આપ્યાનો આક્ષેપ

નોકરીના સમયને ધ્યાનમાં રાખીને મહિલા PIએ ઘરમાં રસોઈ માટે એક વ્યક્તિને રાખી હતી. જોકે ફરિયાદ મુજબ સાસુએ તેની સાથે ઝઘડો કરી તેને કામમાંથી દૂર કરાવી દીધી હતી. મહિલા PIએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમની ગેરહાજરીમાં સાસુ દ્વારા તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર કરવામાં આવતો હતો.

crime નણંદ પર બેંક ખાતાની માહિતી મેળવ્યાનો આરોપ

ફરિયાદમાં નણંદ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. નણંદ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હોવાનું જણાવાયું છે. મહિલા PIનો આરોપ છે કે તેમની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવામાં આવી હતી.

આ ઉપરાંત, વીમા પોલિસીમાં પિતાનું નામ દાખલ કરાવવાના મુદ્દે પણ પતિ સાથે વારંવાર તકરાર થતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

crime નોકરી છોડવા માટે દબાણ અને લાખો રૂપિયા લાવવાની માંગનો આક્ષેપ

મહિલા PIએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પતિ દ્વારા તેમને પોલીસની નોકરી છોડી દેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. એક પ્રસંગે રૂ. 6થી 7 લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરીને છૂટાછેડાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

crime પતિ લાંબા સમયથી અલગ રહેતો હોવાનો દાવો

ફરિયાદ મુજબ આશરે દોઢ વર્ષ પહેલાં પતિ રાજસ્થાન જવા નીકળ્યો હતો અને ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં મિત્રના લગ્નમાં જવાનું કહી ત્યાં ગયો હતો. ત્યારથી તે પરત ઘરે આવ્યો ન હોવાનો મહિલા PIએ ફરિયાદમાં દાવો કર્યો છે.

મહિલા PIના જણાવ્યા મુજબ પતિએ દૂર રહીને પણ તેમના ભાડાના મકાનના માલિક સાથે સંપર્ક કર્યો હતો, જેના પગલે તેમને મકાન ખાલી કરવાની ફરજ પડી હતી.

crime મહિલા પોલીસે તપાસ શરૂ કરી

લાંબા સમયથી ચાલતા કથિત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને મહિલા PIએ આખરે કાયદાકીય કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપોની તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *