
CRIME : માંડવીના અયોધ્યાનગર માંથી બુટલેગર ને શરાબ ની 432 બોટલ સાથે પોલીસે ઝડપી પાડયો
CRIME: માંડવીના અયોધ્યાનગરમાં પોતાના નવાં બની રહેલા મકાન પાસે બુટલેગર મહેન્દ્ર રામ ગઢવી 432 શરાબની બોટલ સાથેની વેન્યૂ કાર સાથે હાજર હતો અને માલ સગેવગે કરે તે પહેલાં જ પોલીસે દરોડો પાડી નાસવાનો પ્રયાસ કરનારા મહેન્દ્રને શરાબના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.
CRIME : માંડવી પોલીસ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બપોરે પી.આઇ. સી.વાય. બારોટને બાતમી મળી હતી કે શરાબનો ધંધાર્થી મહેન્દ્ર રામ ગઢવી જેનું નવું મકાન અયોધ્યાનગરમાં બની રહ્યું છે, ત્યાં સફેદ વેન્યૂ કાર નં. જીજે-12-એફબી-2584વાળી સાથે ઊભો છે, જેમાં શરાબ ભરેલો છે અને તે આ માલ સગેવગે કરવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં વેન્યૂ પાસે ઊભેલો મહેન્દ્ર પોલીસને જોઇ નાસવા લાગતાં પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડયો હતો. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલ નંગ 432 જેની કિં. રૂા. 1,90,596 તથા વેન્યૂ કાર કિં. રૂા. 7,50,000 અને વીવોનો મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 9,50,596નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપી મૂળ પાંચોટિયાના એવા મહેન્દ્ર વિરુદ્ધ માંડવી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઇ. શ્રી બારોટ સાથે હે.કો. દિલીપસિંહ જાડેજા, વસરામભાઇ પટેલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, કોન્સ. રામભાઇ નાંધાણ, કિરણભાઇ ચૌધરી, અશ્વિનભાઇ નાટડા, દિનેશભાઇ ચૌધરી, રામસિંહ હાજાભાઇ, મનુજી જગુજી જોડાયા હતા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો