
CRIME: દહેજ મુદ્દે પરિણીતાને સાસુ-સસરાએ ફિનાઈલ પીવડાવ્યું
CRIME: દહેજની કુપ્રથા સદીઓથી દરેક સમાજ માટે માથાંના દુ:ખાવારૂપ રહી છે. આજના આધુનિક યુગમાં પણ આ કુપ્રથાએ કેડો મૂકયો નથી. ભુજમાં પરિણીતાને દહેજ મુદ્દે સાસુ-સસરાએ ફિનાઈલ પીવડાવ્યાની અને પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે.
CRIME ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે, જાહનવીબેન કુલદીપ સોલંકી (રાજપૂત)એ આજે નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચેક માસ પૂર્વે તેમનાં લગન ભુજની નવી રાવલવાડી, રઘુવંશી નગરમાં કુલદીપ સુરેશભાઈ સોલંકી સાથે થયાં હતાં. આરોપી કુલદીપ તેમજ સાસુ નીતાબેન તથા સસરા સુરેશભાઈ દહેજની માગણી કરી ફરિયાદીને મહેણાંટોણાં આપી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તા. 4/4ના સાસુ-સસરાએ ફરિયાદી જાહનવીને પકડી બળજબરીપૂર્વક ફિનાઈલ પીવડાવતાં સારવાર તળે ખસેડાઈ હતી. બાદમાં પોલીસની હાજરીમાં અને લેખિતમાં આરોપીએ સારી રીતે રાખવાની ખાતરી આપતાં સમાધાનનાં પગલે ફરિયાદ ટળી હતી. આના થોડા દિવસ બાદ પતિ કુલદીપે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના પિતા મેરુભા ચૌહાણના ઘરની બહાર મૂકી આવ્યા હતા. પોલીસે દહેજ પ્રતિબંધ અધિનિયમ તેમજ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો