
અમદાવાદ :
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલે તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ,(Ahmedabad) વડોદરા, (Vadodara) સુરત (Surat) અને રાજકોટમાં (Rajkot) રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ ગઈકાલે કોરોના વાયરસના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો હતો. શહેરના આઠ વોર્ડમા રાત્રીના 10 કલાક પછી દુકાન ગલ્લાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોધપુર,( સાઉથ બોપલ સાથે), નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા, મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી મોલ, શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડ દુકાન , પાન મસાલા , સ્પા જીમ ક્લબ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે, સરકારે આજે ચાર મહાનગરો માટે રાત્રિ કર્ફ્યૂનો નવો નિર્ણય લાગુ કર્યો છે.