80 વર્ષના ખડગે ગાંધી પરિવારના ખાસ, રીમોર્ટ સિસ્ટમમાં ફિટ ન બેઠા થરૂર

કોંગ્રેસ પાર્ટીએ લોકતાંત્રિક રીતે તેમના પક્ષ માટે રાષ્ટ્રીય અધ્યક્ષનું ચૂંટણી પૂર્ણ કરી લીધી છે. લગભગ અઢી દશક પછી ગાંધી- નહેરુ પરિવાર સિવાય મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીની કમાન સાંભળી છે. રાજનીતિક જાણકારો માની રહ્યા છે કે ખડગેની ઉંમર 80 વર્ષ છે જે ગાંધી પરિવારને સૂટ કરે છે. 80 વર્ષના ખડગે પાર્ટી માટે કેટલી ભાગદોડ કરી શકશે તે તો સમય જ દેખાડશે. આ ચૂંટણીએ સાબિતી આપી દીધી છે કે કોંગ્રેસ પાર્ટીમાં હજુ પણ રિમોટ કંટ્રોલ સિસ્ટમ ખતમ નહીં થાય. આ જ કારણ છે કે કોંગ્રેસના ઓછા ઉંમરવાળા શશી થરૂરને પસંદ કરવામાં આવ્યા ન હતા. 

ખાસ વાત એ છે કે ખડગે દ્વારા અધ્યક્ષનું નામ ભર્યું ત્યારથી જ તેમની જીત નક્કી કરવામાં આવી રહી હતી. જો કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં આવા જ એક પુછાયેલા પ્રશ્નમાં કહ્યું હતું કે આવ નિવેદન કોંગ્રેસ પાર્ટીના આલોચકો તરફથી દેવામાં આવે છે. જયરામ રમેશે કહ્યું પાર્ટીએ પોતાના અધ્યક્ષનું સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવી હતી. સ્વતંત્ર ચૂંટણી કરવાવાળી કોંગ્રેસ એક માત્ર પાર્ટી છે.

રાજનીતિક જાણકારો માની રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીમાં યુવા ચહેરાની ખોટ ન હતી. તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ મલ્લિકાર્જુન ખડગે પર દાંવ લગાવ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ અને વિપક્ષની તરફથી આ આરોપ લગાડવામાં આવ્યો છે કે ખડગે ગાંધી પરિવારના ઓફિશિયલ ઉમેદવાર છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આ વાતનું ખંડન કયું હતું. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના એક જૂથ જી-23 દ્વારા પણ આવી જ આશંકા જાહેર કરી હતી. એક વાત તો નક્કી જ છે કે ખડગે ગાંધી પરિવારને બહાર નહીં જશે. કોંગ્રેસે ભલે પોતાના પ્રમુખની પસંદગી કરીને અન્ય પક્ષોને અરીસો બતાવી દીધો હોય પરંતુ રિમોટ કંટ્રોલ અને હાઈકમાન્ડ જેવા શબ્દો હાર માની રહ્યા હોય તેવું લાગતું નથી. પાર્ટીમાં ‘હાઈ કમાન્ડ’ની દખલગીરી ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *