ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની 37 ઉમેદવારોની યાદી જાહેર 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે વધુ એક યાદી બહાર પાડી છે. ગુજરાતમાં આ વર્ષે કોંગ્રેસ સુસ્ત નજર આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા આજે બહાર પડેલી યાદીમાં 37 નામોની યાદી બહાર પાડવામાં આવી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થવાનું છે. અને બીજા તબક્કાનું મતદાન 5મી તારીખે થવાનું છે.  વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ જાહેર થવાનું છે. પહેલા તબક્કાના મતદાન માટેના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને તેની ચકાસણી પણ પુરી થઇ ગઈ છે. આવતીકાલે પહેલા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ભરવાનો છેલ્લો દિવસ છે. 

કોંગ્રેસે જાહેર કરી નવી યાદી

– પાલનપુરથી મહેશ પટેલ

– દિયોદરથી શિવભાઇ ભૂરિયા

– કાંકરેજથી અમૃતભાઇ ઠાકોર

– ઊંઝાથી અરવિંદ પટેલ

– વિસનગરથી કિરીટ પટેલ

– બેચરાજીથી ભોપાજી ઠાકોર

– મહેસાણાથી પી.કે.પટેલ

– ભિલોડાથી રાજુ પારઘી

– બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા

– પ્રાંતિજથી બહેચરસિંહ રાઠોડ

– દહેગામથી વખતસિંહ ચૌહાણ

– ગાંધીનગર ઉત્તરથી વિરેન્દ્રસિંહ વાઘેલા

– વિરમગામથી લાખાભાઇ ભરવાડ

– સાણંદથી રમેશ કોળી

– નારણપુરાથી સોનલબેન

– મણિનગરથી સી.એમ.રાજપૂત

– અસારવાથી વિપુલ પરમાર

– ધોળકાથી અશ્વિન રાઠોડ

– ધંધુકાથી હરપાલસિંહ ચુડાસમા

– ખંભાતથી  ચિરાગ પટેલ

– પેટલાદથી  પ્રકાશ પરમાર

– માતરથી  સંજયભાઈ પટેલ

– મહેમદાબાદથી  જુવનસિંહ ગડાભાઈ

– ઠાસરાથી  કાન્તીભાઈ પરમાર

– કપડવંજથી કાલાભાઈ ડાભી

– બાલાસિનોરથી  અજિતસિંહ ચૌહાણ

– લુણાવાડાથી ગુલાબસિંહ

– સંતરામપુર (ST)થી  ગેંડાલભાઈ ડામોર

– શહેરાથી  ખાતુભાઈ પગી

– કાલોલથી  પ્રભાત સિંહ

– હાલોલથી રાજેન્દ્ર પટેલ

– દાહોદ (ST)થી હર્ષદ નિનામા

– સાવલીથી કુલદિપસિંહ રાઉલજી

– વડોદરા શહેર (SC)થી ગુણવંતરાય પરમાર

– પાદરાથી  જસપાલસિંહ પઢિયાર

– કરજણથી  પ્રિતેશ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *