
CM : મુખ્યમંત્રીને કરી શકાશે સીધી ફરિયાદ
CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું `ઇઝ ઓફ લિવીંગ’ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી બનાવી છે.
25 ડિસેમ્બરે, સુશાસન દિવસના રોજ CM મુખ્યમંત્રીએ ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગી થાય તેવી નવી પહેલનો પ્રારંભ કર્યો છે. જેમાંની એક પહેલ (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) એસડબલ્યુએઆર પ્લેટફોર્મનો પ્રારંભ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના કાર્યાલય (સીએમઓ) દ્વારા ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની ભાષિણી ટીમ (રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન) સાથે મળીને ભાષાના અવરોધોનો દૂર કરીને ટેક્નોલોજીના ઉપયોગથી સ્વર પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત, સીએમઓની વેબસાઇટ https://cmogujarat.gov.in/en/write-to-cmo હેઠળ રાઇટ ટુ સીએમઓ’ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધા ઊભી કરવામાં આવી છે.
સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી નાગરિકો પોતાના સંદેશાઓ લખીને ટાઇપ કરવાને બદલે બોલીને ટાઇપ કરી શકશે. એસડબલ્યુએઆર (સ્પીચ એન્ડ રિટન એનાલિસિસ રિસોર્સ) પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ -ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચી શકશે. તેમજ, આ ટેક્નોલોજી ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ થશે. આગામી સમયમાં સ્વર પ્લેટફોર્મ CM મુખ્યમંત્રી કાર્યાલયની કાર્યપદ્ધતિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવાની વધતી જરૂરિયાત માટે કાર્ય કરશે. જેમાં સીએમઓની જરૂરિયાત અનુસાર રિસોર્સ લાયબ્રેરી તરીકે વધુ એનએલપી, ઓપન સોર્સ જેનએઆઇ, એમએલ, કોમ્પ્યુટર વિઝન વગેરે જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંસાધનો ઉમેરવામાં આવશે.