
Chief Minister Bhupendra Patel’s US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકાના પ્રવાસનો બીજો દિવસ: ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકો
Chief Minister Bhupendra Patel’s US Visit : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના બીજા દિવસે સેમીકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપટેક ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ તથા વન-ટુ-વન બેઠકો યોજી હતી.
મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રતિનિધિમંડળે ટેક્નોલોજી તથા સેમીકન્ડક્ટર ક્ષેત્રના 100થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણી પ્રતિનિધિઓ સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Chief Minister Bhupendra Patel’s US Visit : ગુજરાતને લોંગટર્મ ટેક્નોલોજી પાર્ટનર બનાવવાનો અનુરોધ
મુખ્યમંત્રીએ વૈશ્વિક કંપનીઓને ગુજરાતને માત્ર રોકાણના સ્થળ તરીકે નહીં, પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈનના નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા તેમજ B2B અને B2G બેઠકોના માધ્યમથી ગુજરાત સાથે સહયોગની નવી તકો શોધવા ઉદ્યોગ અગ્રણીઓને આમંત્રણ આપ્યું હતું.
Chief Minister Bhupendra Patel’s US Visit : સેમીકન્ડક્ટર અને ટેક્નોલોજી ક્ષેત્ર પર ભાર
ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રના અગ્રણીઓ સાથેની બેઠકમાં સિલિકોન વેલીની ટેક્નોલોજી ક્ષમતા અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ એકબીજાને પૂરક બની શકે તેવી સંભાવનાઓ પર ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કંપનીઓને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરિંગ અને વૈશ્વિક વિસ્તરણ સુધીની સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો અભિગમ છે.
તેમણે જણાવ્યું કે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા માટે ઈનોવેશન ઉપરાંત જમીન, વીજળી, કનેક્ટિવિટી, મૂડી, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા મહત્વપૂર્ણ છે. ગુજરાત આ તમામ સુવિધાઓ સાથે ટેક્નોલોજી આધારિત રોકાણ માટે તૈયાર છે.
Chief Minister Bhupendra Patel’s US Visit : ઉદ્યોગ અગ્રણીઓએ ગુજરાતની નીતિઓની પ્રશંસા કરી
બેઠક દરમિયાન ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ગુજરાતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પોલિસી સ્ટેબિલિટી, ઝડપી પરમિશન પ્રક્રિયા અને બિઝનેસ ફ્રેન્ડલી પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી હતી.
Chief Minister Bhupendra Patel’s US Visit : AI, જનરેટિવ AI અને રોબોટિક્સ અંગે ચર્ચા
AI, હેલ્થ ટેક, એજ્યુકેશન ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની રાઉન્ડ ટેબલ બેઠકમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, જનરેટિવ AI, રોબોટિક્સ, શિક્ષણ, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
લાર્જ લેંગ્વેજ મોડલ્સ સહિત જનરેટિવ AI મોડલ્સના વધતા ઉપયોગ, એડવર્ટાઈઝિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને એજ્યુકેશનમાં વીડિયો જનરેશન જેવી ટેક્નોલોજીના કારણે સર્જાયેલા પરિવર્તનો અંગે પણ ચર્ચા થઈ હતી. ગુજરાતમાં આ ટેક્નોલોજીના ઉપયોગ અને નવીનતાઓ માટે રહેલી સંભાવનાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
Chief Minister Bhupendra Patel’s US Visit : ગેમિંગ ક્ષેત્રમાં નવી તકો
મુખ્યમંત્રી અને ગેમિંગ ક્ષેત્રના ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ઉભરી રહેલી નવી તકો અંગે ચર્ચા થઈ હતી. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહક નીતિઓ, ઈનોવેશન અને ઉદ્યોગોની ભાગીદારીના માધ્યમથી મજબૂત ઈકોસિસ્ટમ વિકસાવવા અંગે પણ પરામર્શ થયો હતો.
મુખ્ય સચિવ એમ.કે. દાસ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા, વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા તથા વાયબ્રન્ટ સમિટ-2027ના આયોજન અંગે માહિતી આપી હતી.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાતને ટેક્નોલોજી, ઈનોવેશન અને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણ તથા સહયોગ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
