ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર સી.એન.જી. ગેસનો પુરતો જથ્થો મળવા અંગે

ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર સી.એન.જી. ગેસનો પુરતો જથ્થો મળવા અંગે રજુવાત

રિપોર્ટ : બીના પટેલ

ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ , વિઠ્ઠલ ઉદ્યોગનગર એશિયાની એક માત્ર નેચરલ ગેસનું વિતરણ કરતી કો – ઓપરેટીવ સંસ્થા છે . જે સી.એન.જી. અને પી.એન.જી. ગેસનું વિતરણ કરે છે . જેના થકી ૪૨,૦૦૦ થી વધુ ગૃહિણીઓના ચૂલા સળગે છે . ત્રિચક્રી અને ચાર ચક્રી વાહનની લાઇફ લાઇન છે . જે થોડા સમય અગાઉના સમયમાં રશિયા- યુક્રેન યુધ્ધ સહિત વૈશ્વિક ટોટીના કારણોસર ગેસનો પુરતો જથ્થો મળતો ના હોવાથી આમ જનતાને ખૂબ હાલાકી પડી રહી હતી . જેની રજૂઆત ચરોતર ગેસ દ્વારા ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી . જેમાં કેન્દ્ર સરકારમાં શ્રી દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી સંચાર , રાજય સરકારમાં લોક લાડીલા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ ( બકાભાઇ ) , શ્રી પરિન્દ્ ભગત ( કાકુજી ) , શ્રી પંકજભાઇ દેસાઇ , મુખ્ય દંડક , શ્રી વિપુલભાઇ પટેલ , આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ , દ્વારા મંત્રાલયને રજૂઆત કરી હતી . અને ગઇ કાલે તારીખ ૧૬.૦૫.૨૦૨૨ ના રોજથી ગેઇલ ( ઇ ) લીમીટેડ દ્વારા ગેસનો વધારાનો જથ્થો ચરોતર ગેસને મળવાથી રિક્ષા તેમજ કાર માલિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે . જેથી ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડના ચાર ( ૪ ) મધર ગેસ સ્ટેશન વિઠ્ઠલ ઉદ્યોગનર , ગાના , મોગર અને પરવટા ખાતે તેમજ ચરોતર ગેસના ડોટર બુસ્ટર સ્ટેશન લાંભવેલ , ઓડ , વાસદ , ભાલેજ , ગામડી અને જીટોડીયા ના ગ્રાહકોને પડતી હાલાકીમાં સુખદ અંત આવેલ છે . ચરોતર ગેસના ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઇ જે . પટેલ તથા તમામ ડિરેકટરો દ્વારા તેમના અથાગ પ્રયત્નોથી આ ગેસ મળવાથી લોક લાગણી પ્રસરેલ છે . તેમજ રિક્ષા યુનિયનના પ્રમુખ ફિરોજભાઇ , રિક્ષા ચાલકો તથા મીડીયાના પત્રકાર મિત્રોનો મુશ્કેલીના સમયમાં સાથ સહકાર મળવા બદલ તેઓનો પણ આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *