
કોરોનાના વધતા જતા કેસ વચ્ચે અર્થ વ્યવસ્થાની રિકવરી પાટા પરથી નીચે ઉતરે નહિ એ માટે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક રાહત પેકેજ ઝડપથી ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. મોટાભાગના રાજયો કોરોના વધતાં જતાં કેસના કારણે નાઈટ કર્ફ્યુ અને પ્રતિબંધ લગાવી રહ્યા છે, અનેક લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. ત્યારે આ બાબતથી અર્થવ્યવસ્થાને અસર પડી શકે છે.
મહામારીની બીજી લહેર ગરીબોની આજીવિકાને અસર કરે છે. આથી આ પેકેજ ગરીબો માટે ઉપલબ્ધ કરાવી શકાય છે આ બાબતની જાણકારી આ મામલે સંબંધિત અધિકારી દ્વારા આપવામાં આવી છે. સરકારે ગત વરસે 26 માર્ચથી 17મે સુધી આર્થિક પ્રોત્સાહન સાથે રાહત પેકેજની જાહેરાત કરી હતી. જેથી કોવિડ ના કારણે ખરાબ રીતે પ્રભાવિત કારોબારને ફરીથી પાટે ચડાવી શકાય. કેન્દ્ર સરકારે 20.97 લાખ કરોડ રૂપિયા પેકેજ ઉપલબ્ધ કરાવ્યું હતું.
કેન્દ્રીય નાણા મંત્રાલય, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય મુખ્ય વિભાગ વધુ એક પ્રોત્સાહન આપવાની યોજનામાં છે. નામ નહીં જણાવવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવ્યાપી આકરા લોકડાઉનની વડાપ્રધાને મનાઈ કરી છે. સરકાર ઉદ્યોગની કોઈ પણ આવશ્યકતા વિશેષ રૂપે સૂક્ષ્મ અને લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો માટે રાહત ઉપલબ્ધ કરાવશે. જેથી દેશની આર્થિક હાલત વધુ કથળે નહીં.વિશ્વસનીય સૂત્રો ના માધ્યમ થી..