
રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે.
ગુજરાતમાં કેર વર્તાવી રહેલા Corona વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં Coronaના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩, ખેડા-મહીસાગર-વડોદરામાંથી ૧-૧ના એમ કુલ ૯ વ્યક્તિના Coronaથી મૃત્યુ થયા છે.આમ, આ સ્થિતિએ રાજ્યમાં પ્રતિ ૧ કલાકે ૯૮ નવા કેસ સામે આવે છે. રાજ્યમાં હાલ ૧૨,૬૧૦ એક્ટિવ કેસ છે જ્યારે ૧૫૨ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ કેસનો આંક હવે ૩,૦૭,૬૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૧૯ છે. આ પૈકી માર્ચ મહિનામાં જ ૩૭,૮૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૯ના મૃત્યુ થયા છે.