
તળાજા પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ ભારે શોધખોળ બાદ મળી આવતા પીએમ અર્થે સરકાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
બનાઉંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા થી મહુવા જતા હાઇવે ઉપર સાંકડાસર ગામના પાટીયા પાસે થી મોટી કેનાલ પસાર થાય છે અહીં તળાજા શહેરમાં રહેતા અલ્પેશભાઈ મનુભાઈ બારૈયા નામનો યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જે ની જાણ તળાજા નગરપાલિકા ના ફાયર ફાઈટરને કરવામાં આવતા ફાયર કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો પોલીસ તેમજ આગેવાનો ને સ્થાનિક સેવાભાવી યુવાનો દ્વારા ડૂબી ગયેલા યુવાનની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી દિવસ તેમજ રાત્રી દરમિયાન પણ સતત શોધ ખોલ શરૂ રાખવામાં આવી હતી જ્યારે અથાગ પ્રયત્નો બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તેમના મૃતદેહને તળાજા ની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે આ બનાવને લઈને સમગ્ર તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે નાના એવા યુવાનનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું જેને લઇને ભારે શોક સવાઈ ગયો છે અત્રે ઉલ્લેખની છે કે આ બનાવવામાં સાંકડાસર સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ તરવૈયાઓ દ્વારા ભારે રહેમત ઉઠાવવામાં આવી હતી