
દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central government) દ્વારા દેશના ખેડૂતોને પીએમ કિસાન યોજના (PM Kisan yojana) હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ આજે અમે સરકારની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેના દ્વારા તમને પૂરા 1.60 લાખ રૂપિયા આપવામાં આવશે. જો તમે પણ ખેડૂત છો અને રૂપિયાની જરૂર છે, તો તમે મિનિટોમાં આ સરકારી સ્કીમ (Government Scheme) નો લાભ લઈ શકો છો.
શું છે સરકારી સ્કીમ ?
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સિવાય સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ તમને કૃષિ લોનનો લાભ મળે છે. આ લોન તમે ઘરે બેઠા લઈ શકો છો. ખાસ વાત એ છે કે આ લોન તમને કોઈપણ ગેરંટી વગર મળે છે.

પહેલા મળતો હતો ફક્ત 1 લાખ રૂપિયાનો ફાયદો
અગાઉ આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોન આપતી હતી, પરંતુ ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે તેની રકમ વધારીને 1.60 લાખ કરી છે. ખેડૂતોની આવક વધારવા અને ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

મળે છે સબ્સિડીનો પણ લાભ
કેસીસી યોજના હેઠળ ખેડૂતોને મુશ્કેલીના સમયમાં લોનની સુવિધા આપવી છે. આ સિવાય સરકાર કેસીસી લોનના વ્યાજ પર 2 ટકા સબસિડીનો લાભ પણ આપે છે. જો તમે સમયસર લોનની ચુકવણી કરો છો તો તમને 3 ટકા ઇન્સેન્ટિવ ડિસ્કાઉન્ટ પણ મળે છે. જ્યારે ક્રેડિટ કાર્ડનું વાર્ષિક વ્યાજ 4 ટકા છે.
કોણ બનાવી શકે છે આ કાર્ડ
જે પણ ખેડૂતોના નામે ખતૌની છે તે આ કાર્ડ બનાવી શકે છે. આ સિવાય કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ખેડૂતની ખતૌની કોઈપણ બેંક કે સંસ્થા પાસે ગીરવે રાખેલી ન હોવી જોઈએ.
