
BREAKING: VS ક્લિનિક્લ ટ્રાયલમાં 3નાં મોત થયાનો આક્ષેપ
AMC સંચાલિત VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં 3નાં મોત થયાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કર્યો છે. 500થી વધારે દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્પોરેશને જણાવ્યું કે ક્લિનિકલ રિસર્ચ મામલે કોઈ એથિકલ કમિટીની રચના કરવામાં આવી નથી પરંતુ મારી પાસે ક્લિનિકલ રિસર્ચ માટે હોસ્પિટલે કરેલા MOUની કોપી છે. જેમાં વીએસ હોસ્પિટલના ડીન ડો. પારુલ શાહની સહી પણ છે.