
BREAKING અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત થી ચકચાર
BREAKING અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત:ધો-3માં અભ્યાસ કરતી બાળકી સીડી ચઢતા સમયે છાતીમાં દુખાવો થતાં ઢળી પડી, પોલીસે CCTV મેળવી તપાસ શરૂ કરી
ત્યાર બાદ વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી જો કે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે.વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે.
ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે, ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુખાવો શરૂ થયો હતો. છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા અત્યારે મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી. તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડયો હતો.
આ સમાચાર અંગે વધુ માહિતી અપડેટ કરી રહ્યા છીએ.
