ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ સ્થગિત, ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાથીઓને માસ પ્રમોશન

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સતત માંગ કરવામાં આવી રહી હતી કે બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ કરવી જોઈએ ત્યારે કેન્દ્ર સરાર દ્વારા CBSE પર નિર્ણય લેવાઈ ગયા બાદ રૂપાણી સરકાર દ્વારા ગુજરાતની બોર્ડની પરીક્ષાઓને હાલ પૂરતી સ્થગિત કરી છે. નોંધનીય છે કે 10મે થી 25મે સુધી પરીક્ષા યોજાવાની હતી.

ગુજરાતના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અત્યારે સ્થગિત કરવામાં આવી છે અને 15 મે બાદ કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે. નવી તારીખોની જાહેરાત થાય તે પહેલા વિદ્યાર્થીઓને 15 દિવસનો સમય આપવામાં આવશે. 

બાકીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન 

ગયા વર્ષની આ વર્ષે પણ ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. આ બધા વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં ચડાવી દેવામાં આવશે. ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *