
Blast in mobile battery:બ્લાસ્ટ થતા જ બાળકની 2 આંગળીઓ અલગ પડી ગઈ, રમકડાના વાયર બેટરીને અડી જતાં બ્લાસ્ટ થયો

Blast in mobile battery: મધ્યપ્રદેશમાં સાગરના રાહતગઢમાં ઘરે રમતા-રમતા 9 વર્ષના બાળકના હાથમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. બેટરીમાં એટલો જોરદાર બલાસ્ટ થયો હતો કે બાળકના હાથની બે આંગળીઓ અલગ પડી ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ સાંભળીને પાડોશીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરિવારનું કહેવું છે કે શહજાદ ઈલેક્ટ્રોનિક રમકડાં અને જુના મોબાઈલની બેટરી સાથે રમતો હતો. ઈલેક્ટ્રોનિક રમકડાના વાયરો બેટરીને અડી જતાં બલાસ્ટ થયો હતો. મંગળવારે શહજાદની ગંભીર હાલતને જોતા ભોપાલ રિફર કરવામાં આવ્યો છે.

Blast in mobile battery: ઈજાગ્રસ્ત શહજાદના કાકા ઝહીરે જણાવ્યું કે, સોમવારે શહજાદ ઘરે એકલો હતો. બધા ઘરની બહાર કામ પર ગયા હતા. શહઝાદ મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો, ત્યારે અચાનક ધડાકો થયો હતો. બેટરી એટલી જારથી બ્લાસ્ટ થઈ હતી કે શહઝાદના જમણા હાથની હથેળી ખરાબ રીતે ઈજા થઈ ગઈ. તેના હાથની બે આંગળીઓ અલગ પડી ગઈ હતી. શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થઈ છે. બેટરી કેટલી જૂની છે તે કોઈને ખબર નથી. ઘણા સમય પહેલા એક મોબાઈલની બેટરી બગડી ગઈ હતી.
Blast in mobile battery: આ કારણોસર બેટરીમાં બ્લાસ્ટ થાય છે
- મોબાઈલની બેટરીને વધુ ચાર્જ કરવી એ બેટરી ફાટવાનું સૌથી મોટું કારણ છે. જ્યારે બેટરી ઓવરચાર્જ થાય છે, ત્યારે કેથોડથી એનોડ પર અતિશય લિથિયમ આયન પહોંચી જાય છે.
- છેલ્લા કેટલાક સમયથી મોબાઈલ કંપનીઓ તેમના સ્માર્ટ ફોન માટે ફાસ્ટ ચાર્જિંગ ચાર્જર આપી રહી છે. ઓછા સમયમાં બેટરીમાં વધુ ઊર્જા સંગ્રહિત થાય છે. જ્યાં સુધી તમે તે ચાર્જરથી એ જ કંપનીના મોબાઈલને ચાર્જ કરો છો, ત્યાં સુધી સમસ્યા નહિવત્ છે, પરંતુ જો તમે તે ચાર્જરથી બીજા મોબાઈલને ચાર્જ કરો છો (જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતો નથી), તો મોબાઈલ ફાટવાની શક્યતા વધી જાય છે.
- કેટલીક મોબાઈલ કંપનીઓનું કહેવું છે કે યુઝર જ્યારે ચાર્જિંગ કરી રહ્યો હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ એવું નથી. જ્યારે મોબાઈલને ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ અને તેની બેટરી બંને ગરમ થઈ જાય છે. બંનેને ગરમ થવાને કારણે આ ગરમી બ્લાસ્ટમાં ફેરવાઈ જાય છે.
- ઘણી વખત જ્યારે થોડા પૈસાના લોભમાં ફોનની બેટરી ખરાબ થઈ જાય છે ત્યારે આપણે જૂની કે નકલી બેટરી લઈ લઈએ છીએ. જે ઓછા ઉપયોગથી પણ ગરમ થવા લાગે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં ફૂલી જાય છે. આવી બેટરીઓમાં વિસ્ફોટ થવાની શક્યતાઓ પણ વધારે છે.
બેટરીને બ્લાસ્ટ થતા આ રીતે અટકાવી શકાય છે.
ઓરિજિનલ ચાર્જર વડે જ બેટરી ચાર્જ કરો.
ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરશો નહીં.
ફોનને લાંબા સમય સુધી તડકામાં ન રાખો.
ફોનની બેટરીને જરૂર કરતા વધુ ચાર્જ ન કરો.
એવી એપનો ઉપયોગ ન કરો, જેનાથી ફોન ગરમ થઈ જાય છે.