ભાજપ યુવા કાર્યકરનું બર્થ ડેની પૂર્વે સંધ્યાએ જ મોત

અકસ્માત:દાનહ ભાજપ યુવા કાર્યકરનું બર્થ ડેની પૂર્વે સંધ્યાએ જ મોત

જંબુરી પાસે ઉભેલી ટેમ્પોમાં બાઈક ઘૂસી ગઈ હતી

બાઇક ટેમ્પોમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો

સેલવાસના યુવા સામાજિક આગેવાનન અને ભાજપના યુવા મોરચાના કાર્યકર હિચેન્દ્ર સોલંકી ઉ.વ.26 ગુરૂવારે મોડી સાંજે પોતાની બાઇક પર દમણથી સેલવાસ આવી રહ્યા હતા ત્યારે તેમની બાઈક દમણના જંબુરી પાસે ઉભેલા ટેમ્પોમાં પાછળથી ધડાકાભેર ઘૂસી જતા અકસ્માતમાં હિતેન્દ્રનું ઘટના સ્થળે મોત નિજપ્યું હતું. હિતેન્દ્રનો શુક્રવાર 5 માર્ચે જન્મ દિન હતો.આશાસ્પદ યુવકના મોતથી દાનહ અને દમણ ભાજપમાં શોક છવાઇ ગયો હતો.
સેલવાસના ભાજપ યુવા મોરચાના સક્રિય કાર્યકર્તા તેમજ સામાજિક આગેવાન હિતેન્દ્રસિંહ સોલંકી (36) ગુવાર મોડી રાતે પોતાની બાઈક નંબર DN09-P 5918 પર મોટી દમણથી પરત સેલવાસ આવી રહ્યા હતા એ સમયે જંબુરી નજીક રોડ પર ઉભેલા એક ટેમ્પો નંબર GJ15-AT-8492માં પાછળથી ધડાકાભેર અથડાયા હતા જેમાં હિતેન્દ્રને માથામાં ગંભીર ઈજા થતા વાપી હરિયા હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. હિતેન્દ્રની પત્ની ગત લોક સભાની ચૂંટણીમાં શિવસેમાંથી દાનહની ઉમેદવાર હતી. શુક્રવારે સદગતની અંતિમ યાત્રા એમના મૂળ નિવાસ્થાન બોરલાયથી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં શ્નેહીઓ,સંબંધીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *