
આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે શુક્રવારે તેના 70 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ માજુલી, પ્રદેશ પ્રમુખ રણજિતદાસ પટાચારકુચીથી અને રાજ્ય સરકારના પ્રધાન હેમંત વિશ્વ સરમા જલકુબારીથી ચૂંટણી લડશે.
પાર્ટીએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જ્યારે 11 બેઠકો પર અનુસૂચિત જનજાતિના અને ચાર બેઠકો પર અનુસૂચિત જાતિનાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના મહાસચિવ અરૂણસિંહે પાર્ટીના મુખ્ય મથક ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી.
તેમણે કહ્યું કે તેઓ આસામમાં તેમના સાથી આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) ની સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
તેમણે કહ્યું કે બેઠકોની વહેચણી મુજબ, 126 સભ્યોની રાજ્ય વિધાનસભાની 26 બેઠકો પર એજીપી અને આઠ બેઠકો પર યુપીપીએલ જ્યારે અન્ય 92 બેઠકો BJP પોતાના ઉમેદવારો ઉભા કરશે.
BJPએ તે 70 બેઠકો પર ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે, જ્યાં પહેલા અને બીજા તબક્કનું મતદાન થવાનું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2016માં BJPને 60 બેઠકો પર જીત મળી હતી, જ્યારે આસામ ગણ પરિષદે 14 બેઠકો પર જીત મળી હતી, યુપીપીએલ BJPનું ગઠબંધન તાજેતરમાં જ થયું છે, હાલ તો વિધાન સભામાં તેનો એક પણ સભ્ય નથી.