બિમલ મિત્ર : જન્મ જયંતી…

અહેવાલ – Komal Talati “Shashi”

બિમલ મિત્રનો જન્મ ૧૮ માર્ચ, ૧૯૨૧માં કલકત્તામાં થયો હતો… તેઓ (૧૯૧૨ – ૧૯૯૧ ) બંગાળના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય કથાશિલ્પી હતાં. તેમની કલમ બંગાળી ભાષા ઉપરાંત હિન્દી ભાષા પર પણ ચાલી છે… વિસંગતિઓને એમણે પોતાની નવલકથાઓ અને નવલિકાઓમાં વેધકતાથી વણી લીધાં છે… એમની નવલકથાઓ અને નવલિકાઓ પરથી બનેલી ફિલ્મો અને ટીવી સિરિયલોએ પણ લાખો દર્શકોની પ્રશંસા મેળવી છે…

તેમને સો કરતાં પણ વધુ નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ લખી હતી… તેમના કેટલાક પ્રચલિત પુસ્તકો પરથી “અનિયારૂપ”, ( બંગાળીમાં ) અથવા હિન્દીમાં “સાહેબ બીબી ઔર ગુલામ”, જેવી પ્રશંસાત્મક ફિલ્મો બની છે…

આ ફિલ્મ માટે તેમણે બેસ્ટ સ્ટોરી ફિલ્મફેર નોમિનેશન પણ મેળવ્યું હતું...

ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં આવેલી આ નવલકથા ભવ્ય જીવનશૈલી અને સામંતવાદી કુટુંબના સડોની વાર્તા છે... બિમલ મિત્રની બીજી ‌લોકપ્રિય કૃતિ "અસામી હાઝિર" છે. 

તેમણે ઘણા વર્ષો સુધી બિલાસપુરનાં રેલ્વેમાં સેવા આપી હતી. તેઓ નિયંત્રણ સંગઠનમાં ૧૯૪૦ના દાયકામાં ચક્રધરપુર વિભાગમાં કાર્યરત હતા.

તેમની એક નવલકથા "ચાર ચોધેર ઘેલા" ચક્રધારપુર રેલ્વે કોલોનીની એંગ્લો - ભારતીય વસ્તીના જીવન પર આધારિત છે.

તેમણે સમર્પિત પૂર્ણ સમય લેખક બનવા માટે ૧૯૪૦માં ૩૮વર્ષની ઉમરે ભારતીય રેલવે સેવાઓમાંથી રાજીનામું આપ્યું હતું. 

બિમલ મિત્રાનું ૨ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ દક્ષિણ કલકત્તાના ચેતલામાં આવેલા "બંશ ભવન" નામના‌ નિવાસ સ્થાને નિધન થયું હતું...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *