BHUJ-MUNDRA ROAD : ભુજ-મુન્દ્રા 40 કિમી માર્ગ માટે મંજૂર 35 કરોડ, ટેન્ડર પ્રક્રિયાની ઢીલને કારણે ચોમાસા બાદ મરમ્મત

BHUJ-MUNDRA ROAD : ભુજ-મુન્દ્રા 40 કિમી માર્ગ માટે મંજૂર 35 કરોડ, ટેન્ડર પ્રક્રિયાની ઢીલને કારણે ચોમાસા બાદ મરમ્મત

BHUJ-MUNDRA
BHUJ-MUNDRA

BHUJ-MUNDRA ROAD : સરકારી વિભાગ દ્વારા કરવામાં આવતા કામમાં ભ્રષ્ટાચાર કચ્છમાં પણ અનેક જગ્યાએ ખુલ્લો પડ્યો છે. ભુજ–મુન્દ્રા રોડના કિમી.3.0 થી કિમી.43 સુધીનો રસ્તો રાજ્યના માર્ગ અને મકાન વિભાગે બે મહિના પહેલા જીએસઆરડીસી ને સુપ્રત કર્યો છે. આ માર્ગના રીસર્ફેસિંગ માટે 35 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

પરંતુ ટેન્ડર પ્રક્રિયાની ઢીલને કારણે મરમ્મત થયું જ નથી. હાલ આ રસ્તો એટલો બધો ખખડી ગયો છે કે ગમે ત્યારે મોટો અકસ્માત થાય તો નવાઈ નહીં. આ ઉપરાંત આ જ માર્ગ પર આવેલા સુરઈ અને બરાયા બ્રિજ પણ ભયજનક પરિસ્થિતિમાં છે. છ મહિના પહેલા વર્ક ઓર્ડર અપાઈ ગયા છતાં ખાનગી એજન્સીએ પુલનું કામ શરૂ નથી કર્યું.

કંડલા બાદ સૌથી વધુ જેનું પરિવહન થાય છે તે નમકની 60 થી 70 ટન મીઠું વહન કરતાં ભારેથી અતિ ભારે વાહનો ભુજથી મુન્દ્રા રોડ પર પોર્ટ સુધી જાય છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક, પવનચક્કી અને અન્ય ઉદ્યોગની મશીનરી લઈ જતા ઓવર લોડેડ વાહનો જે રોડ પર પસાર થતા હોય તે મજબૂત હોવા જરૂરી છે.

BHUJ-MUNDRA ROAD
BHUJ-MUNDRA ROAD

BHUJ-MUNDRA ROAD : દૈનિક સેંકડો વાહનો જ્યાંથી પસાર થાય છે તે રાજ્ય ધોરીમાર્ગ પર અવારનવાર રીપેરીંગ થયું છે. કરોડોની ગ્રાન્ટ વપરાય છે, પરંતુ વારંવાર તૂટી જવાનું મુખ્ય કારણ જ ભ્રષ્ટાચાર છે. ગુણવત્તા જાળવીને કામ કરાવવામાં સરકારી વિભાગ ઠેકેદાર પાસે નબળી પડે છે, જેનું કારણ પર સર્વવિદિત છે.

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમને જાળવણી માટે સોપાયેલા આ 40 કિમી માર્ગ માટે 35 કરોડ મંજૂર થઈ ગયા છે, પરંતુ હજુ નથી વપરાયા તે બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર રાજેન્દ્રસિંહ ઝાલા જણાવે છે કે ચોમાસા દરમિયાન જમીન પોચી થવી અને ડામર કામ શક્ય ન હોવાથી ત્યારબાદ જ કામ શરૂ થશે. જોકે ત્યાં સુધી જરૂર પ્રમાણે પિચિંગ થઈ રહ્યું છે.

BHUJ-MUNDRA ROAD : ભુજ થી 30 કિલોમીટર પર આવેલા સુરઈ બ્રિજના 24 મીટર સ્પાનવાળા ચાર ગાળા સહિત ઓપન ફાઉન્ડેશન, આરસીસી ટી–બીમ, સ્લેબ ગર્ડર સહિત 12.9 મીટર પહોળાઈના કામ માટે છ મહિના પહેલા 9 ડિસેમ્બરે મહેસાણાની રાધે બિલ્ડટેક કંપનીને વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો.

તે જ રીતે ભુજ થી 40 કિલોમીટર દૂર બરાયા બ્રિજના 24 મીટર સ્પાનવાળા સાત ગાળા, ઓપન ફાઉન્ડેશન, આરસીસી ટી–બીમ સ્લેબ ગર્ડર સહિતના 12.9 મીટર પહોળા બ્રીજના રીકન્સ્ટ્રક્શન માટે તે જ એજન્સીને કામ સોપાયું હતું. માર્ચ મહિનામાં બાયપાસ રોડ પણ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સાત મહિના થયા હજુ કામ શરૂ થયું નથી.

BHUJ-MUNDRA ROAD : જોકે આ અંગે મામા વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમે નોટિસ આપેલી છે. એજન્સીના ભાર્ગવભાઈએ જણાવ્યું હતું કે જે તે સમયે ફોરેસ્ટ વિભાગનું ક્લિયરન્સ બાકી હતું અને ત્યારબાદ બેરાજા બાજુ જતા માર્ગનો બાયપાસ બનાવ્યો પણ ચોમાસુ આવી જતા હવે ઓગસ્ટ બાદ કામ શરૂ કરવાની ગણતરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *