ભાવનગર જિલ્લામાં પણ શરુ થઇ એવોકાડો અને ઓલિવની ખેતી મોટાં શહેરોમાં પણ જૂજ જગ્યાઓ પર મળતા વિદેશી ફળો

ભાવનગર જિલ્લામાં પણ શરુ થઇ એવોકાડો અને ઓલિવની ખેતી મોટાં શહેરોમાં પણ જૂજ જગ્યાઓ પર મળતા વિદેશી ફળો ભાવનગર જિલ્લાના કોદિયામાં વાવેતર બાગાયત નિયામક એમ.બી. વાઘમશીનું સારું એવું માર્ગદર્શન પણ મળ્યું છે.

વાવેતર તેમના ખેતરમાં છે. જેમાં ત્રણ હજાર પોલ પર ડ્રેગન ફ્રૂટના આશરે ૧૨૦૦૦ છોડ ઉગાડવામાં આવ્યાં છે, ડ્રેગનટની ખેતીમાં તેમને સરકારની સબસીડીનો લાભ મળ્યો હતો. ત્યારબાદ તેમને એવોકાડો અને ઓલિવ જેવાં બાગાયતી પાકો વિશે જાણકારી મળી. જેથી તેમના ભાવનગર જિલ્લાના બાગાયત વિભાગનું માર્ગદર્શન અને સલાહ મેળવી આ બાગાયતી પાકોનું પ્રાયોગિક ધોરણે વાવેતર શરુ કર્યું. દાનુભાઈ કહે છે કે વીસ વીથા જમીનમાં તેમણે બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે. આ ફળો ભલે વિદેશી જાતિના હોય, તેને અહીંની જમીન અને પાણી ઘણાં માફક આવ્યાં છે. આ જમીન પોચી હોવાથી છેલ્લાં બે વર્ષમાં બન્ને છોડનો સારો એવો વિકાસ થયો છે. ડ્રેગનફ્રૂટની ખેતીમાં સફળતા બાદ ખારેક, સફરજન, મોસંબી, અંજીર ઉગાડવાનું શરુ કર્યું હતું અને હવે એવોકાડો અને ઓલિવની ખેતીમાં પણ સારું એવું પરિણામ મળવાની આશા છે. બાગાયતી પાકોમાં નવાં પ્રયોગોમાં તેમને ભાવનગર જિલ્લાના નાયબ ભાવનગર જિલ્લાએ છેલ્લાં કેટલાંક વર્ષોથી કૃષિ ઉપરાંત બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ સારો એવો વિકાસ કર્યો છે. અહીંના તળાજા તાલુકાના એક ખેડૂતે રાજ્ય સરકારના વિભાગની તાલીમ, માર્ગદર્શન અને સહાય મેળવી વિદેશી ફળોની ખેતી કરી બહોળું ઉત્પાદન મેળવ્યું છે. વર્તમાન સમયમાં સ્વાસ્થય પ્રત્યે સજાગ લોકોમાં અત્યારે એવોકાડો અને ઓલિવ જેવાં ફળો અને તેમાંથી બનતા ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું બાગાયત ચલણ વધ્યું છે, પરંતુ મોટાં શહેરોમાં પણ આ ફળો જૂજ જગ્યાઓ પર મળતાં હોય છે. આવી પરિસ્થિતિમાં તળાજા તાલુકાના કોદિયા ગામમાં રહેતા દાનુભાઇ રાણાભાઇ સોલંકીએ તેમના ખેતરમાં એવોકાડો અને ઓલિવનું પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. અહીં બન્ને ફળોના છોડનું છેલ્લાં બે વર્ષથી વાવેતર અને જાળવણી થઇ રહી છે. અને આવતાં વર્ષે તેમાં ફળો પણ આવશે.કોક્રિયા ગામના દાનુભાઇ છેલ્લાં દસ વર્ષથી ડ્રેગનફ્રૂટની ખેતી કરે છે અને જિલ્લામાં ડ્રેગનફૂટનું સૌથી વધુ નાયબ બાગાયત નિયામક એમ.બી. વાઘમશીનું કહેવું છે કે દાનુભાઇ સોલંકીએ તેની સૂઝબૂઝથી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે. એવોકાડો અને ઓલિવની ખેતી માટે તેમને વિભાગ દ્વારા માર્ગદર્શન અને ટેકનિકલ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાગાયત વિભાગ દ્વારા તેમને કોલ્ડરુમ માટે સબસીડી તેમજ મૂલ્યવર્ધન ધરાવતા પાકોની ખેતી માટે રક્ષિત ખેતીની તાલીમ પણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને બાગાયત વિભાગ અન્ય ખેડૂતો માટે પણ આટલી જ કટિબદ્ધતા ધરાવે છે, જેથી તેઓ પણ મૂલ્યવર્ધના ધરાવતા પાકોની ખેતી કરે અને સારું એવું ઉત્પાદન મેળવે. આમ, રાજ્ય સરકારના પ્રયો અને ખેડૂતોની સૂઝબૂઝથી બાગાયતી ક્ષેત્રમાં કેટલી સફળતા હાંસલ કરી શકાય છે તે આ ઉદાહરણ દ્વારા યથાર્થ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *