
તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત
ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ NGOમાં વિદેશી રૂપિયા આવ્યા હતા, જે રૂપિયાનો ઉપયોગ કરવાને બદલે તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તાની સાથે જોડાયેલા NGOની તપાસ કરી હતી. જેમાં તેણે મોંઘા ચપ્પલ, બેગ અને પોતાની અંગત વસ્તુઓ ખરીદી હતી. ત્યાર બાદ તિસ્તા સેતલવાડે ઝાકિયા જાફરીની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીમાં સહી ખોટી હોવાની શંકાના આધારે ગુજરાત એટીએસની ટીમ તિસ્તા સેતલવાદના મુંબઈ સ્થિત ઘરે પહોંચી છે, જે વિગત વિશ્વનીય સૂત્રો પાસેથી મળી છે.
સેતલવાડને લઈને ATSની ટીમ અમદાવાદ રવાના
સૂત્રો તરફથી મળતી વિગત અનુસાર તિસ્તા સેતલવાડ સામે આર.બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે ગુજરાત ATSની 2 ટીમ મુંબઈ પહોંચી હતી. સેતલવાડના નિવાસેથી તેમની અટકાયત કરીને તેમને શાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ ATSની ટીમ સેતલવાડને લઈને અમદાવાદ રવાના થઈ છે. તો બીજી ટીમે સેતલવાડના ઘરે તપાસ કરી રહી છે.
તિસ્તા સેતલવાડે એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની શંકા
જાણીતા એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની હાલ ગુજરાત પોલીસ દ્વારા પુછપરછ કરવા પહોંચી હતી, મુંબઈમાં આવેલા તિસ્તા સેતલવાડના ઘરે ગુજરાતી એસ.ટી.એસના ત્રણ અધિકારીઓ પણ હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તિસ્તા સેતલવાડ દ્વારા એફિડેવિટમાં છેડછાડ કરી હોવાની, તેમજ જાકિયા જાફરી સાથે થયેલી એક અરજીમાં તેણે બોગસ સહી કરી હોવાનું કારણ છે.
ગુજરાત ATSએ મુંબઈ સ્થિત ઘરે જઈ પૂછપરછ કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર તિસ્તા સેતલવાડ અગાઉ પણ એનજીઓમાં મળેલા ડોનેશનનો દુરુપયોગ કરી ચુકી છે. જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી છે. આજે એ.ટી.એસ ગુજરાતના ત્રણ અધિકારી મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. આ અંગે દિવ્યભાસ્કર દ્વારા તિસ્તા સેટલવાડનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેનો ફોન બંધ આવતો હતો.જ્યારે ગુજરાત એટીએસના આધિકારી ફોન ઉપાડયો ન હતો.
