
અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત
સિનેમાની દુનિયામાં વધુ એક બાયોપિક ફિલ્મ આવવાની છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. હવે નિર્માતાઓએ તેની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ ‘મેં રાહૂં યા ના રાહૂં દેશ રહના ચાહિયે-અટલ’ છે. આ અવસરે એક મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં બેકગ્રાઉન્ડમાં અટલ બિહારી વાજપેયીનો અવાજ સંભળાય છે. તેને હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ કરવામાં આવી છે. વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત
મોશન પોસ્ટરમાં અટલ બિહારી વાજપેયીના ભાષણનો એક અંશ સંભળાય છે જેમાં તેઓ કહે છે, ‘સત્તા કા ખેલ તો ચલેગા.. સરકાર આવશે, જશે… પાર્ટીઓ બનશે, બગડશે…પરંતુ આ દેશ રહેવો જોઈએ’ આ દેશનું લોકશાહી અમર રહેવું જોઈએ.
આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. 25 ડિસેમ્બર 2023ના રોજ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના અવસર પર રિલીઝ થશે. ફિલ્મની વાર્તા પેંગ્વિન રેન્ડમ હાઉસના પુસ્તક ‘ધ અનટોલ્ડ વાજપેયી’ પર આધારિત હશે.
- અટલ બિહારી વાજપેયી અંગે ખાસ વાતો
તમને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયી 1996માં ભારતના વડાપ્રધાન બન્યા હતા પરંતુ તેમની સરકાર 13 દિવસ પછી પડી ગઈ હતી. વાજપેયી 1998માં બીજી વખત અને 1999માં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 93 વર્ષની વયે અવસાન થયું હતું.
