એશિયા કપ 2022: રાહુલ દ્રવિડને લઇને હજુ સુધી સ્પષ્ટ નથી સ્થિતિ, કાલે આવી શકે છે મહત્વનો નિર્ણય

એશિયા કપની શરૂઆત પહેલા ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહુલ દ્રવિડનો કોવિડ પોઝિટિવ થવુ એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની તૈયારીને મોટો ઝટકો છે. રાહુલ દ્રવિડ જોકે, એશિયા કપમાં ભાગ લેશે કે નહી લે તેને લઇને 25 ઓગસ્ટે તસવીર સ્પષ્ટ થઇ શકે છે.

બીસીસીઆઇની મેડિકલ ટીમ રાહુલ દ્રવિડના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. બીસીસીઆઇના અધિકારીઓ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ દ્રવિડની અંદર કોવિડ-19ના સામાન્ય લક્ષણ છે. બીસીસીઆઇએ આ સિવાય નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ વીવીએસ લક્ષ્મણને સ્ટેન્ડબાય પર રાખ્યા છે.

ઇનસાઇડ સ્પોર્ટ્સના રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા જ તે ટીમ સાથે જોડાઇ જશે. બીસીસીઆઇના અધિકારીએ કહ્યુ, રાહુલ દ્રવિડના લક્ષણ સામાન્ય છે. અમે હજુ રાહ જોઇ રહ્યા છીએ. આ વિશે બાદમાં નિર્ણય લેવામાં આવશે. જો જરૂરત પડી તો લક્ષ્મણ ટીમ ઇન્ડિયા સાથે જોડાશે.

લક્ષ્મણને દૂબઇ મોકલવામાં આવશે

ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલી સીરિઝમાં વીવીએસ લક્ષ્મણે મુખ્ય કોચની ભૂમિકા નીભાવી હતી. લક્ષ્મણને બીસીસીઆઇએ સીધા હરારેથી દૂબઇ જવા માટે કહ્યુ છે. જ્યાર સુધી દ્રવિડને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી થતી ત્યાર સુધી લક્ષ્મણના દુબઇમાં જ રહેવાની સંભાવના છે.

બીસીસીઆઇએ રાહુલ દ્રવિડને વધુ એક ટેસ્ટ કરાવવા માટે પણ કહ્યુ છે. હજુ સુધી બીસીસીઆઇએ એમ નથી કહ્યુ કે એશિયા કપમાં રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો ભાગ બનશે કે નહી બને. બીસીસીઆઇને પુરી આશા છે કે રાહુલ દ્રવિડ જલ્દી સ્વસ્થ થઇને ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ જશે.

મહત્વપૂર્ણ છે કે એશિયા કપમાં ટીમ ઇન્ડિયાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટથી થવાની છે. પોતાના પ્રથમ મુકાબલામાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે ટકરાશે.

એશિયા કપમાં આ ખેલાડીઓ પર રહેશે નજર

એશિયા કપમાં ભારતના કેએલ રાહુલ, વિરાચટ કોહલી પર સૌની નજર રહેશે. ટી-20 વર્લ્ડકપની તૈયારીના ભાગ રૂપે એશિયા કપ મહત્વની ટૂર્નામેન્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *