
અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે અંગત અદાવત માં બે ઈસમો નું ગામના પાદર માં દંગલ,લાકડાના સપાટા વડે હુમલા માં એક ઘાયલ
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરતાલુકાના રવીદ્રા ગામ ખાતેના પાદર માં બે ઈસમો વચ્ચે અંગત અદાવત માં થયેલ ઝઘડા અંગેનો વીડિયો સોશિયલ મિડિયા માં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,જેમાં એક કાર ચાલક ઈસમ પોતાની કાર હંકારી લાવી સામે વારા ઈસમ ઉપર ચઢાવી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે,ગામ ના પાદર વચ્ચે સર્જાયેલ બંને ઈસમો ના દંગલ નો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે રહેતા સલીમ ઈબ્રાહીમ ભૈયાત દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કે રવીદ્રા ગામ ના તળાવ પાસે તેઓના મિત્રો સાથે ચાલતા જઈ રહ્યા હતા તે જ દરમિયાન ગામ માં જ રહેતા ઝાબીર ગુલામ પટેલ પોતાની ફોર વ્હીલ થાર ગાડી પાદર તરફથી તેઓની તરફ પુર ઝડપે હંકારી લાવી અને તેઓ પાસેથી પસાર થયો હતો,જે બાદ સલીમ ભાઈએ ઝાબીર ને બૂમ પાડી કહ્યું હતું કે તું મારી ઉપર કેમ ગાડી ચઢાવી રહ્યો છે જે અંગેનું કહેતા ઉશ્કેરાયેલા ઝાબીરે કાર માંથી લાકડા નો સપાટો કાઢી લાવી સલીમ ભૈયાત ના પગના ભાગે હુમલો કર્યો હતો,

અંગત અદાવત માં થયેલ બંને ઈસમો વચ્ચે ના ઝઘડામાં ઘાયલ સલીમ ભૈયાત ને ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,