
Anand : આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટી વિદ્યાર્થીઓને વહારે આવી
રિપોર્ટ :- બીના પટેલ
આણંદ (Anand )જિલ્લા ના આણંદ ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ 449 વિદ્યાર્થીઓને લગભગ 27 લાખ રૂપિયા જેટલી માતબર રકમના ચેકનું વિતરણનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપા યશસ્વી અધ્યક્ષ શ્રી સી. આર.પાટીલન ની અધ્યક્ષતા માં આણંદ (Anand) ડી.એન.પટેલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો. આ પ્રસંગે રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આણંદ(Anand) જિલ્લા પ્રભારી અમિતભાઈ ઠાકર, સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ (Anand) જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, લાલસિંહ વડોદિયા જી, આણંદ (Anand) જિલ્લા મહામંત્રી રમણભાઈ સોલંકી, નિરવભાઈ અમીન, મયુરભાઈ સુથાર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ યોગેશભાઈ પટેલ, આણંદ (Anand) શહેર સંગઠનના પદાધિકારીઓ, આણંદ(Anand)નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, કલેક્ટર એમ.વાય.દક્ષિણી,પૂર્વ પ્રમુખશ્રી, નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ,દાતાશ્રીઓ, શિક્ષકો,મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


