કૅનેડાના ફ્રેન્ચભાષી ક્વેબૅક પ્રાંતની એક આઇસ હોટેલ ‘ડી ગ્લેસ’માં મહાત્મા ગાંધીજીની બરફની પ્રતિમા સ્થાપવામાં આવી છે.

કૅનેડાના ફ્રેન્ચભાષી ક્વેબૅક પ્રાંતની એક આઇસ હોટેલ ‘ડી ગ્લેસ’માં મહાત્મા ગાંધીજીની બરફની પ્રતિમા સ્થાપવામાં આવી છે. ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થાય એ પૂર્વે સ્થાપવામાં આવેલી આ વિશિષ્ટ પ્રતિમાની તસવીરો ટૉરોન્ટો સ્થિત ઇન્ડિયન કૉન્સ્યુલેટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હૅશટૅગ સાથે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. કૉન્સલ જનરલ અપૂર્વા શ્રીવાસ્તવે ‘ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ’ વિશિષ્ટ રીતે ઊજવવાના ઉદ્દેશથી આ હિમપ્રતિમા સ્થાપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ક્વેબૅક પ્રાંતના અગ્રણી હિમશિલ્પકાર લેપિયરે બાપુની હિમપ્રતિમાની રચના કરી છે. ભારત અને કૅનેડા વચ્ચેના રાજકીય સંબંધો ઘણાં વર્ષોથી સારા હતા જ અને એવામાં ભારતે તાજેતરમાં કૅનેડાને કોરોના વાઇરસ વિરોધી રસીનો જે વિપુલ પ્રમાણમાં જથ્થો પૂરો પાડ્યો એને કારણે બેઉ દેશો વચ્ચેના સંબંધ વધુ મજબૂત બન્યા છે. આ સ્થિતિમાં કૅનેડામાં બાપુને ભારતના સ્વતંત્રના ૭૫ વર્ષની પૂર્ણાહુતિના અવસરે અનોખા બરફીલા સ્મારક સાથે યાદ કરવામાં આવે એ ખૂબ ઉત્સાહપ્રેરક બાબત કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *