અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા, ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની લીધી માહિતી

અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક ચર્ચા, ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિની લીધી માહિતી

અમદાવાદ: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને રાજ્યની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ તેમજ અમદાવાદમાં વરસાદની અસર અંગે તેમણે સમીક્ષા કરી હતી.

ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાં તેમજ લોકોને આપવામાં આવી રહેલી મદદ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં રહી દરેક જરૂરી સહયોગ અને માર્ગદર્શન આપવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્રને સતર્ક રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *