
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ સમયે એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા છે અને એમને પંહોચેલ ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું છે.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યા છે અને આ દરમિયાન તેમને ઈજા પણ થઈ છે. પોતાના બ્લોગ દ્વારા માહિતી આપતા અમિતાભ બચ્ચનને પોતે કહ્યું કે હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.
બિગ બી હૈદરાબાદમાં શૂટિંગ એક એક્શન સીન કરતી વખતે ઘાયલ થયા છે અને એમને પંહોચેલ ઈજાના કારણે શૂટિંગ પણ કેન્સલ કરવું પડ્યું હતું. જો કે હાલ બિગ બી ડોક્ટરોની દેખરેખમાં છે. તેની સારવાર ચાલી રહી છે. આ વિશે જાં કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ માટે એક એક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો અને હાલમાં મુંબઈમાં ઘરે આરામ કરી રહ્યો છું.