AMCએ ૨૪ કલાકમાં અમદાવદામાં રખડતા ૧૧૦ પશુઓ પકડી કેટલ પોન્ડમાં મૂક્યા, જાણો અત્યાર સુધી કેટલા પકડાયા પશુઓ

શહેરમાંથી રખડતા પશુઓના ત્રાસ અટકાવ અને નિયમન અંગે મ્યુનિ. કોર્પો દ્વારા વિવિધ પગલાઓ લેવાઇ રહ્યા છે AMCએ ૨૪ કલાકમાં અમદાવદામાં રખડતા ૧૧૦ પશુઓ પકડી કેટલ પોન્ડમાં મૂક્યા છે. 

૨૪ કલાકમાં જાહેર રસ્તા ઉપર રખડતા ૧૧૦ થી વધારે પશુ પકડાયેલ છે. છેલ્લા દસ દિવસમાં ૧૨૮૦ થી વધારે પશુઓ પકડી કેટલ પોન્ડમાં લઇ જવામાં આવેલ છે.હાલની કામગીરી ચાલુ છે. જેથી વધુ પશુઓ પકડાશે. રાજય સરકારની સૂચના અન્વયે પકડાયેલા પશુઓને ત્રણ માસ સુધી નહિ છોડવાની પણ નહિ આવે. 

સાત ઝોનમાં રાઉન્ડ ધ કલોક કુલ ૨૧ ટીમો કાર્યરત :

સાત ઝોનમાં રાઉન્ડ ધ કલોક કુલ ૨૧ ટીમો બનાવવામાં આવેલ છે. શહેરમાં દરેક ઝોનમાં સતત મોનીટરીંગ ચાલુ છે. આ ટીમમાં એસ.આર.પી. જવાનો, વીડીયો ગ્રાફર તથા સ્થાનિક પોલીસ સામેલ હોય છે. જેમ કે લમ્પી સ્કેન ડીસીઝ સામે તકેદારીના પગલા તરીકે કેટલ પોન્ડમાં પશુઓનું વેકસીનેશન કરાય છે.

૧૩૦૦થી વધારે પશુઓમાં વેકસીનેશન કરાયા :

ટીમો દ્વારા ૧૩૦૦થી વધારે પશુઓમાં વેકસીનેશન કરાયેલ છે. શહેરમાં પોલીસ કિંમશનર, અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૧૧ ટીમોની મદદ લઇ જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવાની કામગીરી વધુ સધન કરાયેલ છે.

જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓના ત્રાસ અટકાવ અને નિયમન માટે મ્યુનિ.કોર્પો.ના હેલ્થ, સો.વે.મે, એસ્ટેટ, જેટ જેવા વિભાગોની મદદ મેળવી વિવિધ કામગીરીઓ કરવા એકશન પ્લાન બનાવી અમલવારી શરૂ કરાયેલ છે, દરેક ઝોનમાં દરેક વોર્ડના આસીસટન્ટ મ્યુનિસિપલ કમિશનની સીધી દેખરેખ હેઠળ વિવિધ ટીમો કામ કરી રહી છે. સૂચના હેઠળ ઝોનની એસ્ટેટ વિભાગની, સી.એન.સી.ડી. વિભાગની, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની, હેલ્થ વિભાગની તથા વોર્ડની જેટ ટીમ વિગેરે દ્વારા સઘન કામગીરી હાથ ધરાયેલ છે.

આજ દિન સુધી કુલ ૧૪૫૯૨ કિ.ગ્રા. ઘાસચારો જપ્ત કરાયો :

 જાહેર રસ્તા ઉપર રખડતા પશુઓને ઘાસચારાના વેચાણ કરતી પેન્ડલ રીક્ષાઓ અને લારીઓ જપ્ત કરવામાં આવેલ છે અને

અંદાજિત આજ રોજ ૮૦ કિ.ગ્રા ઘાસચારો જપ્ત કરાયેલ છે. આજ દિન સુધી કુલ ૧૪૫૯૨ કિ.ગ્રા. ઘાસચારો જપ્ત કરેલ છે અને કુલ ૫૩ પેન્ડલ રીક્ષાઓ લારીઓ જપ્ત કરવામાં આવેલ છે. તથા ઘાસચારા વેચાણની પેન્ડલ રીક્ષા, લારીઓ ઉપાડવામાં આવેલ છે. ૮ જેટલા વિવિધ સ્થળો પર સ્ટેટીક ટીમ મૂકી, સી.એન.સી.ડી. વિભાગની જે તે ઝોનની ટીમ સાથે સંકલન કરી, જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર ન આવે તે માટે સઘન કામગીરી હાથ ધરાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *