AMBALAL PREDICTS : ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

AMBALAL PREDICTS : ગુજરાત પર ભયાનક વાવાઝોડાની અંબાલાલની આગાહી, 100 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

AMBALAL PREDICTS
AMBALAL PREDICTS

અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. વાવાઝોડુ અથડાયા બાદ એક સપ્તાહ સુધી અસર જોવા મળશે.

AMBALAL PREDICTS : હવામાન નિષ્ણાંત અંબાબાલ પટેલે ભયાનક વાવાઝોડાની આગાહી કરી હતી. અંબાબાલ પટેલે આગાહી કરી હતી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડુ સર્જાશે. આ વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

AMBALAL PREDICTS : અંબાલાલની આગાહી અનુસાર, 28 મેના મુંબઈ- સુરત વચ્ચે વાવાઝોડુ ટકરાવવાનું સંભાવના છે. દમણ અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના તટે વાવાઝોડુ પહોંચે તેવી શક્યતા છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબ સાગર હવાના દબાણના કારણે ગુજરાત તરફ વાવાઝોડું આવે તેવી શક્યતા છે. જો વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે તો તબાહી મચાવનારૂ સાબિત થશે. ઉનાળુ અને બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચાડશે. વાવાઝોડુ અથડાયા બાદ એક સપ્તાહ સુધી અસર જોવા મળશે.

AMBALAL PREDICTS : અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10થી 12 ઈંચ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ વરસી શકે છે. મુંબઈ- સુરત વચ્ચે ગમે ત્યાં દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે. અરબ સાગરના મધ્યભાગમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં 65થી 75 કિમી ઝડપે પવન ફૂંકાશે. 28 મે આસપાસ વાવાઝોડું ટકરાઇ શકે છે. અરબ સાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદભવતું હોવાની શક્યતા છે. વાવાઝોડુ સર્જાશે તો 100 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની આશંકા સેવાઇ રહી છે.

AMBALAL PREDICTS : ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ‘કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025’, માર્ગ અકસ્માતમાં ઘાયલોનો ખર્ચ સરકાર ઉઠાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *