
અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર:અષાઢી બીજથી ઋતુચક્રને ધ્યાનમાં રાખીને માતાની આરતીના સમય બદલવામાં આવ્યા
અષાઢી બીજથી અંબાજી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી યાત્રાધામ અંબાજી માતા મંદિરમાં યાત્રિકોને સગવડતાને ધ્યાને રાખી અષાઢી બીજ રથયાત્રા શુક્રવાર તારીખ 1 જુલાઈથી આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર
રથયાત્રામાં મોટી સંખ્યામાં અંબાજી ખાતે માઇભકતો પધારતા હોય છે. જેને ધ્યાને રાખી અંબાજી મંદિર આરતી સવારે 7:30 થી 08:00 કલાક, દર્શન સવારે 08:00 થી 11.30 કલાક, મંદિર મંગળ 11:30 થી 12:00 કલાક, રાજભોગ આરતી 12:00 થી 12:30 કલાક, દર્શન બપોરે 12:30 થી 16:30 કલાક, મંદિર મંગળ 16:30 થી 19:00 કલાક, આરતી સાંજે 19:00 થી 19:30 કલાક, દર્શન સાંજે 19:30 થી 21:00 કલાક રાખવામાં આવ્યા છે. જેથી મા અંબાના દર્શન કરવા આવતા માઈભક્તોને કોઈ અગવડ ના પડે.
