
Ahmedabad : ગર્લ્સ PG અને મહિલા હોસ્ટેલની સુરક્ષા વધુ મજબૂત બનાવવાની કચ્છી સમાજની માંગ
Ahmedabad : અમદાવાદ શહેરમાં ગર્લ્સ PG, પેઇંગ ગેસ્ટ અને મહિલા હોસ્ટેલમાં રહેતી યુવતીઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા શ્રી કચ્છી સેવા સમાજ, અમદાવાદ દ્વારા શાહીબાગ ખાતે અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Ahmedabad : તાજેતરમાં PGમાં રહેતી યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવ્યા બાદ કચ્છી સેવા સમાજે ગર્લ્સ PG અને મહિલા હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરવાની માંગ કરી હતી.
કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા માત્ર કાયદો અને વ્યવસ્થાનો વિષય નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી
Ahmedabad : કચ્છી સેવા સમાજના પ્રમુખ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે પરિવારથી દૂર રહી અભ્યાસ અને નોકરી કરતી દીકરીઓને સુરક્ષિત વાતાવરણ આપવાની જવાબદારી પરિવાર ઉપરાંત સમાજ, PG સંચાલકો અને તંત્રની પણ છે.
સમાજ દ્વારા તમામ ગર્લ્સ PG અને મહિલા હોસ્ટેલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન કરવા, તેમના ઓળખપત્ર, સરનામા અને અગાઉના ગુનાહિત રેકોર્ડની ચકાસણી કરવા માંગ કરવામાં આવી હતી.
Ahmedabad : આ ઉપરાંત મહિલા પોલીસ દ્વારા PG અને હોસ્ટેલમાં નિયમિત સુરક્ષા ડ્રાઇવ યોજી યુવતીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. મોટી સંખ્યામાં યુવતીઓ રહેતી PGમાં ખાસ કરીને રાત્રિના સમયે મહિલા સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ છે.
કચ્છી સમાજે PGમાં CCTV, પ્રવેશ-નિર્ગમ વ્યવસ્થા, મુલાકાતીઓની નોંધણી અને ઇમરજન્સી સંપર્ક વ્યવસ્થાની સમયાંતરે સુરક્ષા ઓડિટ કરવાની માંગ કરી હતી. પોલીસ વેરિફિકેશન વિના સિક્યુરિટી સ્ટાફ રાખનારા PG સંચાલકો સામે જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
Ahmedabad : કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા માત્ર કાયદો અને વ્યવસ્થાનો વિષય નથી, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે. અમદાવાદમાં પરિવારથી દૂર રહી અભ્યાસ, નોકરી અને કારકિર્દી બનાવી રહેલી દરેક દીકરીને નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પોલીસ તંત્ર અને PG સંચાલકોએ સાથે મળીને અસરકારક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
Ahmedabad : કચ્છી સેવા સમાજે પોલીસ કમિશનરને સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ગર્લ્સ PG અને મહિલા હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની દૃઢ માંગ કરી હતી.