Ahmedabad News : અમદાવાદમાં 728 એકમોને નોટિસ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે.

Ahmedabad News: ગંદકી કરનારા સામે AMCની કાર્યવાહી

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ તંત્ર દરરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો સામે આકરાં પગલાં ભરી રહ્યું છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો વિરુદ્ધ સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં જાહેર રસ્તા પર ગંદકી કરનારાઓ સામે AMCએ લાલ આંખ કરી છે.

Ahmedabad News: અમદાવાદ કોર્પોરેશનને જાહેરમાં ગંદકી કરનારા 62 લોકો પાસેથી 1.41 લાખનો દંડ વસૂલ્યો છે. જ્યારે એક જ અઠવાડિયામાં જાહેર રસ્તા પર ગંદકી કરનારા એકમો પાસેથી 14.77 લાખનો દંડ વસૂલ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 728 એકમને નોટિસ ફટકારી છે અને 207 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે. તો જાહેર રસ્તા પર મકાનનો કાટમાળ ફેંકાનાર સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad News : Notice to 728 units in Ahmedabad

Ahmedabad News: મધ્ય ઝોનની વાત કરીએ મધ્ય ઝોનમાં ગંદકી સહિતના મામલે 10 દિવસમાં રૂ.1,90,300નો દંડ વસૂલાયો છે. મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા.16થી 26 જૂન સુધીના 10 દિવસના સમયગાળામાં જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ડસ્ટબિન સહિતના મામલે કસુરવાર એકમો પાસેથી રૂ.1,90,300નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. આ ઉપરાંત કુલ 7 એકમોને સીલ કરાયા હતા.

Ahmedabad News: અત્રે ઉલ્લેખીય છે કે, જાહેર માર્ગો પર ગંદકી કરનારા ધંધાકીય એકમો, ચાની કીટલી, પાનના ગલ્લા વગેરે સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સહિતના મામલે તેમજ ડસ્ટબિન ન રાખતા એકમો સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. તા 16થી 26 જૂન સુધીના સમયગાળામાં સત્તાવાળાઓએ કુલ 107 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.

રાજ્યમાં આજથી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્ર – કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, ભાવનગર , દ્વારકા , કચ્છ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની આગાહી, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *