
હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે રૂ. 128 કરોડ ફાળવવા માં આવશે. હાઉસિંગ માટે રૂ.355.70 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. 10 નવા અર્બન હેલ્થ સેન્ટર માટે રુ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. CHCના નવા 2 સેન્ટરો બનશે જેના માટે 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરીજનો માટે 95043 મકાનો બનાવવાનું આયોજન છે.
રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે રુ. 90 રૂ કરોડ ફાળવાશે. અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડની જોગવાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 નવી એસી બસો ખરીદવામાં આવશે. નવા 100 રૂટ માટે 600 નવી ઇ રીક્ષા કનેક્ટિવિટી માટે પણ રાખવામાં આવશે. BRTS માટે રુ. 100 કરોડની અને AMTS માટે રુ. 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં 275 કરોડના ખર્ચે નવા રોડ બનાવવા માટે આયોજન છે. નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માટે રુ. 590 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયલ માટે 21 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ માટે 297 કરોડની કરવામાં આવી છે. બજેટમાં શહેરમાં 14 નવા બગીચા, 10 અર્બન ફોરેસ્ટ, 5 જિમ્નેશિયમ, 8 લાઇબ્રેરી, 2 સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે.
