અમદાવાદમાં પતિ પત્નીને શારીરિક ત્રાસ આપી તેનો ચહેરો વીડિયો કોલ કરીને મિત્રોને બતાવતો

અમદાવાદમાં પતિ પત્નીને શારીરિક ત્રાસ આપી તેનો ચહેરો વીડિયો કોલ કરીને મિત્રોને બતાવતો

અમદાવાદમાં પતિ પત્ની વચ્ચે થતા વિવાદો વધી રહ્યાં છે. નાની નાની વાતમાં મામલો પોલીસ સ્ટેશન પહોંચી રહ્યો છે. ત્યારે શહેરમાં એક પતિની હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. શહેરમાં પતિ તેની પત્નીને શારીરિક ત્રાસ આપીને તેનો ચહેરો વીડિયો કોલ કરીને તેના મત્રોને બતાવતો હતો. તેની પત્ની જરૂરિયાત પુરી ના કરે તો ફિલ્મના સીનની જેમ માર મારતો હતો. આખરે કંટાળેલી પત્નીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પત્ની સાથે પતિ વિચિત્ર હરકતો કરવા માંડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે)ના લગ્ન રાજીવ (નામ બદલ્યું છે) સાથે થયા હતા સમાજના રીતે રિવાજ પ્રમાણે નિશા અને રાજીવના લગ્ન થયા બાદ તેઓ પહેલા સાથે રહ્યા હતા. થોડા દિવસમાં પત્ની સાથે પતિ વિચિત્ર હરકતો કરવા માંડ્યો હતો. નિશા સાથે રાજીવ રોજ શારીરિક અડપલાં કરતો હતો. તેથી નિશા પરેશાન હતી નિશા તેનો વિરોધ કરે તો તેને રાજીવ માર મારતો હતો. રાજીવની હરકતોથી કંટાળેલી નિશાએ એક દિવસ તેનાથી દૂર જવાનું નક્કી કર્યું પરંતુ પોતાના નાના બાળકની ચિંતાને કારણે તેને રાજીવ સાથે ફરીથી એક વખત જીવન જીવવાનું નક્કી કર્યું.

રાજીવની હરકતોથી નિશા હચમચી ગઈ હતી

આ વખતે તો રાજીવ માજા મૂકી હતી. રાજીવની હરકતોથી નિશા હચમચી ગઈ હતી. રાજુ તેની પત્ની નિશાને શારીરિક ત્રાસ આપતો અને વીડિયો કોલ કરીને તેનો ચહેરો તેના મિત્રોને બતાવતો હતો. મિત્રો પણ બેશરમ બનીને બધુ જોઈ રહ્યાં હતાં. આ હરકત ખુબ જ શરમજનક હતી અને હવે નિશાએ રાજીવને સબક શીખવાડવાનું નક્કી કરી લીધું હતું જેથી નિશા ખાડીયા પોલીસ સ્ટેશનમાં રાજીવની સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *